ધાનેરા થી સાંચોર જતા નેશનલ હાઇવે પર ખાડારાજ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે 168 પર ચાલવું નાના વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. તાલુકામાં 18 થી 25 જૂન દરમિયાન સીઝનનો સૌથી વધારે વરસાદ પડ્યો છે. તેવામાં નેશનલ હાઇવે પરના થાવર ગામથી રાજસ્થાનનાં સાંચોર તરફ જતા નેશનલ હાઇવે પર ખાડા પડી ગયા છે. સૌથી વધારે લવારા ગામ થી નેનાવા ગામ સુધી રસ્તો ખરાબ થઈ ગયો છે. માત્ર એક વર્ષમાં જ નેશનલ હાઇવે ચારે બાજુથી ખરાબ થઈ ગયો હતો. ત્યાર બાદ રજૂઆતના પગલે ગત વર્ષે નેશનલ હાઇવેનું સમારકામ કરવામાં આવ્યું હતું જો કે આ વર્ષ પણ નેનાવા નેશનલ હાઇવે પર મોટા ખાડા પડી ગયા છે. ધાનેરા રેલવે પુલ નજીક સર્વિસ રોડ ઉપર પણ ખાડા પડતા જે આજ દિન સુધી પુરાયા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.