ખેડબ્રહ્મામાં કારના કાચ તોડી અજાણ્યા શખ્સે આતંક મચાવ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા શહેરમાં આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલ રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે રોડ ઉપર પાર્ક કરેલી પાંચથી વધુ કારના કાચ તોડી નાખી આતંક મચાવ્યો હતો. જેના કારણે કાર ચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. રોષે ભરાયેલા કાર ચાલકોએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જઇ કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.ખેડબ્રહ્મા શહેરમાં આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં રોડ ઉપર કેટલાક કાર ચાલકોએ પોતાની કાર રસ્તા ઉપર પાર્ક કરી હતી. તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે પાર્ક કરેલી પાંચથી વધુ કારોના કાચ તોડી નાખ્યા હતા.સવારે જયારે વેપારીઓ આવીને જોવે છે. ત્યારે પાર્ક કરેલી કારના કાચ તુટેલા હતા અને રસ્તા ઉપર પણ કાચ વેરાઇ ગયેલા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા આસપાસની દુકાનોમાંથી વેપારીઓ આવી પહોંચ્યા હતા અને કોણે આ કાચ તોડીને નુકશાન કર્યુ હશે તેની તપાસ કરી હતી. ત્યારબાદ વેપારીઓેઅ ભેગા મળી ખેડબ્રહ્મા પોલીસ મથકે પીએસઆઇ સમક્ષ મૌખિક રજૂઆત કરી કારના કાચ તોડનાર શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.