મોડાસાના બાયપાસ પાસે ગાય અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

અરવલ્લી
અરવલ્લી

સમગ્ર ગુજરાતમાં રખડતા પશુઓના કારણે અસંખ્ય અકસ્માતો થયા છે અને અસંખ્ય લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અરવલ્લીમાં પણ રખડતા પશુઓના કારણે એક કારનો અકસ્માત સર્જાયો હતો.મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલ ગુરુકુળ સોસાયટી આગળ એક કારચાલક કાર લઈ પસાર થઈ રહ્યો હતો. એ સમયે એકા-એક ગાય આવી જતા ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી. જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.મોડાસા શહેરમાં રખડતા પશુઓના કારણે અસંખ્ય અકસ્માતો થયા છે.કેટલાય વાહનો અને રાહદારીઓને નુકશાન પહોંચ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.