દિયોદરમાં ખેડૂત આગેવાન સાથે બનેલા બનાવ બાદ ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના દિયોદરમાં ગતરોજ યોજાયેલા અલટ ભુજલ યોજનાના કાર્યક્રમ બાદ ધારાસભ્યના સમર્થકે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને લાફા ઝીકી દેતા આજે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી ધારાસભ્યના રાજીનામાની માંગ કરી હતી અને જ્યાર સુધી ધારાસભ્ય કેસાજી ચૌહાણનું રાજુનામું નહિ લેવાય ત્યાર સુધી પ્રાંત કચેરીમાં જ ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.દિયોદરમાં ગતરોજ ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણની આગેવાનીમાં અટલ ભુજલ યોજના અંતર્ગત તાલુકાના ખેડૂતોની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો જોકે કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ચૉધરીએ ધારાસભ્ય અને અધિકારીઓની હાજરીમાં દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ એક વ્યક્તિએ અમરાભાઈ ચૉધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા જેને લઈને અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના ઉપર હુમલો કર્યો હતો જે બાદ હુમલો કરનાર વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનાને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈને આજે દિયોદર સહિત 5 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરીએ એકઠા થયા હતા જ્યાં ખેડૂત નેતા પાલ આંબલિયાએ પણ આ હુમલો 56 લાખ ખેડૂતો ઉપર થયો હોવાનું કહીને કડક કાર્યવાહીની વાત કરી હતી.ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને આરોપીને કડક સજા કરવા તેમજ ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી નિર્ણય કર્યો હતો કે જ્યાર સુધી ધારાસભ્ય કેસાજી ચૌહાણનું રાજીનામુ નહિ લેવાય ત્યાર સુધી તમામ ખેડૂતો પ્રાંત કચેરીએ ધરણા ઉપર બેસશે અને વિરોધ પ્રદર્શન કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.