હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી રદ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી વાદવિવાદ તથા આંતરિક જુથવાદ ચાલી રહ્યો છે. ત્યારે તેવા સમયે થોડાક દિવસ અગાઉ પાલિકામાં ફરજ બજાવતા ચાર દિવસ પહેલા ચીફ ઓફિસરની વિજાપુર ખાતે બદલી કરવામાં આવી હતી. જોકે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા મંગળવારે ચાર દિવસ બાદ હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસર તરીકે પુન: અલ્પેશ પટેલની નિમણૂંકનો આદેશ કરી અગાઉ કરેલી બદલી રદ કરી હતી. હિંમતનગરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ અને નગરજનોમાં લોકચાહના ધરાવનાર ચીફ ઓફિસરની પુન: હિંમતનગર પાલિકામાં નિમણુકના આદેશથી અનેક તર્કવિર્તક શરૂ થયા છે.હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસર તરીકે અલ્પેશભાઇ પટેલની નિમણુક કરવામાં આવી હતી. અલ્પેશ પટેલ અગાઉ ચીફ ઓફિસર તરીકે મહેસાણા પાલિકામાં ફરજ બજાવતા હતા. હિંમતનગર પાલિકાનો વહીવટ સંભાળ્યા બાદ ચીફ ઓફિસર તરીકે સ્થાનિક કોર્પોરેટર તેમજ અરજદારો સહિત રાજકીય પ્રતિનિધીઓમાં પણ સારી લોકચાહના મેળવી હતી.પરંતુ થોડાક સમય અગાઉ પાલિકામાં આંતરિક જૂથવાદ અને સ્થાનિક રાજકારણના વિરોધ વચ્ચે અલ્પેશભાઇ પટેલની હિંમતનગર પાલિકામાંથી વિજાપુર પાલિકામાં ચીફ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા કરાયેલી આ બદલીનો હૂકમ રદ કરવા માટે હિંમતનગરના જાગૃત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હિંમતનગર શહેરના વિકાસ માટે ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલની કામગીરીની પણ નોંધ લેવામાં આવતા આખરે મંગળવારે નાયબ સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીનો સીંગલ ઓર્ડર કરી હિંમતનગર પાલિકામાં નિણમણુ કરેલ રાધનપુર પાલિકાના ચીફ ઓફિસ કુ.વૈશાલી નિનામાની હિંમતનગરના બદલે વલ્લભવિદ્યાનગર ખાતે બદલી કરી હતી. જ્યારે હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલની વિજાપુર ખાતે કરાયેલી બદલી રદ કરવાનો આદેશ કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.