કડીના દડી સર્કલ પાસે ગટરના સમારકામ બાદ બનાવેલ રોડમાં આઇસર ઘૂસી

મહેસાણા
મહેસાણા

કડી શહેરના દડી સર્કલની ચોકડીથી આગળ છેલ્લા એક મહિનાથી ખોદેલ રોડનું સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું ન હતું. જેથી વાહનચાલકો અકળાયા હતા. કડી નગરપાલિકા દ્વારા ગટરની લાઈન તૂટતા લાઈનનું સમાર કામકાજ કરવા માટે રોડ ખોદેલી હાલતમાં હતો અને એક મહિનાથી આ રોડ જેસે થે તેવી જ હાલતમાં હતો અને તંત્ર દ્વારા રોડને બંધ કરી ટ્રેક્ટરની ટોલીનું આડસ મૂકી દેવામાં આવ્યું હતું.કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ દડી સર્કલ થી થોળ રોડ તરફ જતા આવતા નાયરા પેટ્રોલ પંપની આગળ એક મહિના પૂર્વે નગરપાલિકા દ્વારા ગટરની લાઈન તૂટતા સમાર કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. ગટરની લાઈનનું સમાર કામકાજ પત્યા બાદ રોડનું સમારકામ કરવામાં આવ્યું ન હતું અને રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા રોડને બંધ કરીને રોડની વચ્ચે ટ્રેક્ટરની ટોલીનું આડસ મૂકી દેવામાં આવ્યું હતું રોડ બંધ કરી દેવાતા વાહન ચાલકો અકળાયા હતા અને એક મહિના સુધી રોડને બંધ રાખવામાં આવ્યો હતો. સ્થાનિકોની મૌખિક રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા મંગળવારે રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. કડી નગરપાલિકા દ્વારા મંગળવારે દડી સર્કલથી થોળ રોડ તરફ જતા વચ્ચે તંત્ર દ્વારા ખોદેલ રોડનું સમાર કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. મંગળવારે સાંજના સમયે સુરેન્દ્રનગરના થાનગઢથી માલ સામાન ભરીને આઇસર નંબર HR.63 E.2493 દિલ્હી તરફ જઈ રહી હતી. જે દરમિયાન સમારકામ કરેલ રોડ ઉપરથી નીકળતા આઇસરના બંને વીલ મરામત કરેલ રોડની વચ્ચે જ બેસી ગયા હતા. જ્યાંથી રોડ ફરીથી બંધ થઈ ગયો હતો. કલાકો સુધી આઇસર રોડની વચ્ચે જ ફસાઈ જતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.