પાટણ નગરપાલિકા ની ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો

પાટણ
પાટણ

પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આજે સવારે નગરપાલિકાની ગાડી અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાતા અને બન્ને વાહન ચાલકો વચ્ચે ચકમક ઝરતા ઘડીભર માટે બગવાડા દરવાજા ખાતે લોકોના ટોળેટોળા એકત્ર થઇ જવા પામ્યા હતા. જોકે પાટણના પ્રબુધ્ધ નગરજનોની મધ્યસ્થીને કારણે અને બન્ને વાહનોને સામાન્ય નુકશાન થવાના કારણે આખરે મામલો શાંત પાડવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર માટે સરકાર દ્વારા ફાળવાયેલી ગાડી મંગળવારે સવારે બંનેની ગેરહાજરી હોવા છતાં નગર પાલિકા ની ગાડીના ચાલકે શહેરના બગવાડા દરવાજા નજીક થી ગાડી લઈને નિકળતા અને આ અકસ્માત સજૉતા પાલિકા ના વિપક્ષ ના કોર્પોરેટર અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ પાલિકા તંત્ર સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાના સાધનોનો ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે નગર પાલિકા ના પાણીના ટેન્કરો, JCB મશીન, ટ્રેક્ટર સહિતના સાધનો નો લોક ઉપયોગ કરવાની જગ્યાએ ભાજપના સત્તાધીશો દ્વારા તેઓના મળતીયાઓ માટે ઉપયોગ કરાતો હોવાનું જણાવી બગવાડા દરવાજા નજીક નગરપાલિકાની ગાડી અને એકટીવા ચાલક વચ્ચે સર્જાયેલા દરમિયાન ગાડીમાં પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોય ત્યારે આ ગાડી કોના માટે અને કેમ બહાર કાઢવામાં આવી હશે તે વિશે પણ તેઓએ પાલિકા તંત્ર સામે સવાલો કર્યા હતા. અને આ બાબતની તટસ્થ તપાસ હાથ ધરી નગરપાલિકાના સાધનોનો દુરુપયોગ કરનારાઓ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.