બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા લોદ્રાણીગામમાં પાણીનો કકળાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ભર ચોમાસે જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પાણીનો કકળાટ સામે આવ્યો છે.જેમાં વાવના લોદ્રાણી ગામે છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામ દૂર આવેલા ખેતરો પરથી પાણી ઉપાડી લાવવા ગ્રામજનો મજબુર બનતા સત્વરે પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ભર ચોમાસે પાણીની પારાયાણ સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ લોદરાણી ગામમાં દસ દિવસથી પાણી ન આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળામાં તો પાણીનો કકળાટ સામે આવતો હતો. પરંતુ ભરચોમાસે પણ પાણી નો કકળાટ સામે આવતા ગ્રામજનો ભારે મુશ્કેલી હેઠવી પડી રહી છે. વાવ તાલુકાના લોદ્રાણી ગામે દસ દિવસથી પાણી ન આવતા ગામના સ્થાનિકો દૂર દૂર ખેતરોમાંથી પાણી ઉપાડી લાવી રહ્યા છે. જોકે સ્થાનિકોની માંગ છે કે વહીવટી તંત્ર વહેલી તકે પાણી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. છેલ્લા પંદર દિવસથી વાવ તાલુકાના લોદ્રાણી ગામે પીવાનું પાણી મળતું નથી. ભરચોમાસે પીવાના પાણીની આર્થિક તકલીફ પડતી હોઈ તો ઉનાળામાં શું સ્થિતિ હશે પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.