સાબરકાંઠા બેંકમાં 64 વર્ષમાં પ્રથમવાર મહિલા ચેરમેનની બિનહરીફ વરણી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી બોર્ડ રૂમમાં યોજાઈ હતી. જેમાં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ થયા હતા. ચેરમેન પદ સાબરકાંઠા અને વાઈસ ચેરમેન પદ અરવલ્લીના ભાગમાં આવ્યું હતું. બેન્કના 64 વર્ષ દરમિયાન 113 ચેરમેનો બની ચુક્યા છે, ત્યારે 64 વર્ષમાં પ્રથમવાર 114માં મહિલા ચેરમેન બન્યા હતા. જેને લઈને ડીરેક્ટરો, બેન્કના હોદ્દેદારો અને કર્મચારીઓએ ફૂલછડી અને ફૂલહાર પહેરાવીને ચેરમેન અને વાઈસ ચેરમેનને શુભેચ્છાઓ આપી હતી.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડીરેક્ટરોની ચૂંટણી અનેક વિવાદો વચ્ચે ગત 16 જુલાઈએ પૂર્ણ થઈ હતી. જ્યારે આજે હિંમતનગરમાં બેન્કના બોર્ડ રૂમમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. જેમાં ચૂંટણી અધિકારી જયંત કિશોરી ઉપસ્થિતિ રહ્યા હતા.આ અંગે મદદનીશ ચૂંટણી અધિકારી હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર વિભાગ 1 ના ડીરેક્ટર હંસાબેન મુકેશભાઈ પટેલે ચેરમેન તરીકે અને વાઈસ ચેરમેન તરીકે અરવલ્લી જિલ્લાની મેઘરજ બેઠકના ભીખાજી દુધાજી ડામોરે ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અન્ય કોઈ ઉમેદવારી પત્રો નહિ ભરાતા હંસાબેન મુકેશભાઈ પટેલને ચેરમેન તરીકે અને ભીખાજી દુધાજી ડામોરને વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.બેન્કના ડીરેક્ટરો, હોદ્દેદારો અને બેન્કના કર્મચારીઓએ બિનહરીફ વરણી થયેલા ચેરમેન અને વાઈસ ચેરમેનને ફૂલછડી અને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ આપી હતી. આમ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેનનું પદ સાબરકાંઠા અને વાઈસ ચેરમેનનું પદ અરવલ્લી જિલ્લાના ફાળે ગયું હતું.આ અંગે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચીફ એક્ઝીક્યુટીવ હિતેશ પી.નાયકે જણાવ્યું હતું કે, સાબરકાંઠા બેન્કની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 131 શાખા છે. સાબરકાંઠા બેન્કની 1959માં સ્થાપના થઇ હતી. જેમે 64 વર્ષ પૂર્ણ થયા છે. આ 64 વર્ષ દરમિયાન બેંકને 113 ચેરમેન મળ્યા છે. 2023માં અઢી વર્ષ માટે 114માં ચેરમેન તરીકે મહિલા ડીરેક્ટર હંસાબેન પટેલ અને વાઈસ ચેરમેન તરીકે ભીખાજી દુધાજી ડામોર બિનહરીફ થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.