ઊંઝામાં પાલિકાની વોર્ડ-2 ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર: ભાજપ ઉમેદવાર સંદીપ પટેલનો વિજય

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર-2ની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ઊંઝા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સંદીપ પટેલનો વિજય થયો છે. પેટા ચૂંટણીમાં કુલ 3,238 મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપમાં અને અપક્ષના ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતુ.ઊંઝા નગરપાલિકા વોર્ડ નંબર-2 ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં પણ ભાજપ અપક્ષ વચ્ચે લડાઈ હતી. જુલાઇ મહિનામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પછી 24 જુલાઇએ ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. 25 જુલાઇ સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી. તો 6 ઓગસ્ટના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 8 ઓગસ્ટ 2023 એટલે કે આજરોજ તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે સંદીપ પટેલનો વિજય થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.