કડીના બુડાસણ GIDCમાં ગોડાઉનની આગળ લાઈટના અજવાળે જુગાર રમતા 7 જુગારીયાઓ ઝડપાયા

મહેસાણા
મહેસાણા

કડી પંથકમાં ધીરે-ધીરે જુગારીઓની મોસમ ખીલી ઉઠી હોય તેવું જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ખૂણે ખાચકે જુગારીઓ પોતાના આર્થિક ફાયદા સારું બહારથી માણસો બોલાવી જુગારના અડ્ડા ધમધમાવી રહ્યા છે. ત્યારે કડી પોલીસે બુડાસણ જીઆઇડીસીમાં ગોડાઉનની આગળ લાઈટના અજવાળે જુગાર રમતા 7 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 70,400નો રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ ગત રાત્રી દરમિયાન પ્રોહિબીશન અને જુગાર લગત કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન બુડાસણ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે બુડાસણ ગામની સીમમાં આવેલી જીઆઇડીસીમાં રાજરત્ન એસ્ટેટમાં ગોડાઉનની આગળ કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદાકાર સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર કોર્નર કરીને રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ નથી જવા પામી હતી. જ્યારે પોલીસે સાત ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને 70,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.કડી પોલીસે બુડાસણ જીઆઇડીસીમાં આવેલી રાજરત્ન એસ્ટેટમાં આવેલ ગોડાઉન નંબર 113ના આગળ લાઈટના અજવાળે આર્થિક ફાયદા સારું જુગાર રમતા ઇન્દ્રસિંહ મનરૂપસિંહ રવ રહે કડી, લીલા રામ વાલજી પ્રજાપતિ ન્યુ રાણીપ અમદાવાદ, રમેશ ઉમેદભાઈ પરિહાર કડી, સુરેશભાઈ સવજીભાઈ પ્રજાપતિ રહે કડી, સોહનસિંહ જીવસિંહ રાવ રહે કડી, કિશનદાસ ગોકુલદાસ વૈષ્ણવ રહે ચાણક્યપુરી અમદાવાદ, શ્યામલાલ મોહનજી માલી રહે જીવરાજ પાર્ક અમદાવાદને જુગાર રમતા રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે રૂપિયા 70,400નું રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.