હિંમતનગરમાં 301 મીટરનો ડેકોરેટીવ RCC રોડ બનશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં ધારાસભ્યએ શહેરમાં 12 જેટલા વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. ત્યારે તે પૈકીના પ્રથમ કામ પૈકી શહેરમાં 301 મીટરના ડેકોરેટીવ RCCની કામગીરી શરુ થઇ ગઈ છે. છ મહિનાના સમયગાળા પહેલા જ મોડલ રોડ પર શહેરીજનોને ચાલવા મળશે.હિંમતનગરના ટાવર લાઈબ્રેરીથી ખાડિયા હનુમાનજી મંદિર સુધીના 301 મીટરના રોડને ડેકોરેટીવ RCCરોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે નવ મીટરના રોડ પર બંને તરફ બે-બે ફૂટના સર્વિસ ડક, તેની બાજુમાં 3 ફૂટનો ફૂટપાથ, બંને તરફ ડેકોરેટીવ લાઈટો અને પાંચ મીટરનો RCC રોડ બનશે. રૂ. 1 કરોડ 56 લાખ 84 હજાર 014 આ શહેરમાં પ્રથમ મોડલ રોડ હશે. જે છ મહિનામાં તૈયાર કરવાની મુદ્દત સામે ઝડપી કામગીરીને લઈને છ મહિના પહેલા શહેરીજનો માટે રોડ ખુલ્લો મુકવામાં આવશે. આ મોડલ રોડ પર વીજ લાઈન સહિતની સમગ્ર લાઈનો અન્ડરગ્રાઉન્ડ થઇ જશે.આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના પ્રથમ ડેકોરેટીવ મોડલ રોડનું કામ પુરજોશમાં શરુ થઇ ગયું છે. રોડની બંને તરફ સર્વિસ ડક સહિતની કામગીરી ચાલી રહી છે. શહેરીજનોને લાઈબ્રેરીથી સામેના રોડ પર હાલમાં અવર જવર નહીં કરી શકાય. 301 મીટરનો રોડ તબક્કાવાર કામ કરવામાં આવશે. જેને લઈને શહેરજનોને તકલીફ પડશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.