કડી તાલુકાના અગોલ ગામે ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના કલ્યાણપુરા ગામ નજીક આવેલા અગોલ ગામે છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીના સામ્રાજ્યના કારણે ગામની અંદર ઠેર-ઠેર ગંદકીની ભીતિ સેવાઈ રહી છે.કડી તાલુકાના અગોલ ગામે ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ અગોલ ગામના મોટા વાસથી ખેતરમાં જવાના રોડ રસ્તાઓ ઉપર કાદવ કીચડના થર જામી જવાથી ગ્રામજનો અને ખેડૂતોને કાદવમાંથી પસાર થઈને ખેતરમાં જવાની ફરજ પડી રહી છે. ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ના આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અગોલ ગામના મોટા વાસ અને પટેલ વાસમાં રહેતા લોકોને ગામની અંદર તેમજ અન્ય જગ્યાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ગામની અંદર જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પંચાયત આંખ આડા કાન કરતા આરોગ્ય સામે ખતરો મંડાઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.