પાટણ જિલ્લાનાં શંખેશ્વર ખાતે સેવાદળની રાષ્ટ્રીય સ્તરની તાલીમ શિબિરનું આયોજન કરાયુ

પાટણ
પાટણ

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળની રાષ્ટ્રીય સ્તરની તાલીમ શીબીર પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ફતેપુરા મુકામે ગોપનાદ ટ્રેનિંગ સેન્ટર ખાતે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈની નિશ્રામાં આયોજિત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય સ્તરની પાંચ દિવસની શિબિરનું ઉદઘાટન કરાયું હતું. આ શિબિરમાં સમગ્ર ભારતભરમાંથી કોંગ્રેસના કર્મઠ ચુનંદા 100 લોકસભા સીટના પ્રેરકો હાજર રહી તાલીમ મેળવી રહ્યા છે.આ રાષ્ટ્રીય કેમ્પ પાંચ દિવસ ચાલશે. આ શિબીરમાં આગામી લોકસભા 2024 ની સામાન્ય ચુંટણીને અનુલક્ષીને રાષ્ટ્રીય ટ્રેનરો દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ચૂંટણી મેનેજમેન્ટ તાલીમ શીબીરમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, કેરાલા, દિલ્હી સહિતના રાજ્યોના ચુનંદા 100 પ્રેરકો તાલીમ શીબીરમાં જોડાયા હતા.આ પાંચ દિવસની તાલીમમાં 2024ની લોકસભા ચૂંટણી માટે મુખ્ય પાંચ મુદ્દે તાલીમ આપવાનું આયોજન કરાયું હતું જેમાં ચૂંટણી મેનેજમેન્ટ, બુથ મેનેજમેન્ટ, સામાજિક સમીકરણ, પોલિટિકલ મેનેજમેન્ટ, કલ્ચરલ, સોશિયલ અને સામાજીક મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવશે. શિબીરમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ દેસાઈ તથા દિલ્લીથી દેવેન્દ્ર શર્મા, મધ્યપ્રદેશથી ગજેન્દ્ર ગજુંજી, મિત પટેલ અને દશરથભાઈ ચરક્તા દ્વારા તાલીમ આપવામાં આવશે. આ શીબીરમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ વિનોદ ઠાકોર અને સેવાદળ ટીમ સહભાગી થઈ સેવા આપશે એવું પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળ યંગ –બ્રિગેડના પ્રમુખ અમિત પ્રજાપતિએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.