સિદ્ધપુર નગરપાલિકાની વોર્ડ નં-2ની પેટા ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય

પાટણ
પાટણ

સિદ્ધપુર પાલિકામાં વોર્ડ નંબર 2ની ખાલી પડેલ ચાર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળીને 4 બેઠક માટે 10 ઉમેદવારો વચ્ચે રવિવારે ચૂંટણી યોજાઈ હતી.જેમાં 54 .35 ટકા મતદાન થયું હતું ત્યારે આજરોજ મતગણતરી થતા ભાજપના 4 ઉમેદવાર નો ભવ્ય વિજય થયો હતો.સિદ્ધપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ખાલી પડેલ ચાર બેઠક ભરવા પેટા ચૂંટણી યોજવાને લઇને કુલ 14 ફોર્મ ભરાયા હતા. જેમાં 4 ડમી ફોર્મ રદ થયા હતા અને 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 2 અપક્ષ ઉમેદવાર સહીત કુલ 10 ફોર્મમાન્ય રખાયા હતા.ત્યારે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં 54.35 ટકા મતદાન થયું હતું જેમાં ત્યારે આજે મતગણતરી થતા અમરસિંહ લાલાજી ઠાકોર કોગ્રેસ 516મત મળ્યા જયાબેન નાનજીભાઈ શાહ કોગ્રેસ 162 મત મળ્યા ,દિપીકાબેન હીરેનકુમાર ઠાકર કોગ્રેસ 162 મત મળ્યા,નટવરલાલ કાળીદાસ પટેલ ભાજપને 1393મત મળ્યા ,નિરમાબેન સેધુસિંગ ઠાકોર ભાજપ 1503મત મળ્યા ,પીન્કીબેન કનુભાઇ પટણી કોગ્રેસ 220 મત મળ્યા ,પુષ્પાબેન મુકેશભાઇ પટેલ ભાજપ 1359 મત મળ્યા,ભરતભાઇ જીવરામદાસ પટેલ ભાજપ 1248 મત મળ્યા ,કંકુબેન ગીરીશભાઈ પટણી અપક્ષ 353 મત મળ્યા,ભકિતભાઈ સાંકળચંદ પટેલ અપક્ષ 1059 હતા .જયારે 43 વોટ નોટ માં પડ્યા હતા.આમ વોડ નંબર 2ની પેટ ચૂંટણી માં ભાજપ ના 4 ઉમેદવારો ની પેનલ નો વિજય થતા સમર્થકો એ વધાવ્યા હતા .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.