ડીસા પાલિકાની વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. આ વોર્ડ નંબર નવમાં કોંગ્રેસે 25 વર્ષ બાદ પ્રથમવાર મેન્ડેડ આપી ઉમેદવાર ઊભા રાખતા અને ચૂંટણીમાં વિજય થતાં કોંગ્રેસ છાવણીમાં આનંદ થયો હતો.ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવારે રાજીનામું આપતા એક બેઠક ખાલી પડી હતી. જેમાં ચૂંટણી તંત્ર દ્વારા પેટા ચૂંટણી યોજાઈ હતી. રવિવારે પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાતા કુલ 8000 ઉપરાંત મતદારોમાંથી 3600 જેટલા મતદારોએ મતદાન કરતા 43% મતદાન થયું હતું. ડીસા મામલતદાર કચેરી ખાતે મત ગણતરી યોજાતા કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીને 2024 મત, ભાજપના ઉમેદવાર કાંતિલાલ લોધાને 1122 મત તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ દેસાઈને 431 મત મળ્યા હતા. જ્યારે 36 મત નોટામાં ગયા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીનો 902 મતે વિજય થયો હતો. ડીસામાં ઘણા સમય બાદ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસી આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી ખુશી વ્યક્ત કરી હતી.આ અંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અબે કોંગ્રેસના નેતા વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપે સત્તાનો દુરુપયોગ કરી અનેક મતદારોના મતદાર યાદીમાંથી ગાયબ કરી અન્ય વોર્ડના ભુતિયા મતદારોના નામ વોર્ડ નંબર 9માં સામેલ કરાયા હતા. જોકે પ્રજા વોર્ડ નંબર 9ની શાણી પ્રજાએ સમજી વિચારીને મતદાન કરતા ભાજપને જાકારો આપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.