અંબાજીમાં બાયપાસ માટે 4 કિમી પહાડ ખોદાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

જગત જનની માં અંબાના ધામ અંબાજીમાં ખેડબ્રહ્મા હાઇવેથી આબુરોડ હાઇવે તરફ જવા માટે આવતા વર્ષે ભાદરવી પૂનમના દરમિયાન નવા બાયપાસની ભેટ મળી જશે, હાલ જંગલ વિસ્તારના પાંચ કિલોમીટરના પહાડ પૈકી ચાર કિલોમીટર નો પહાડ ખોદી દેવાયો છે. કેટલીક જગ્યાએ પહાડ તોડવા બ્લાસ્ટિંગની મંજૂરી મળી નથી, જે બાદ કામગીરી વધુ ઝડપથી આગળ વધશે. શક્યતા છેકે જૂન 2024 સુધીમાં બાયપાસનું કામ પૂર્ણ થઈ જશે. બાયપાસ અંબાજીના કામાક્ષી મંદિર પાસેના મયુર દ્વારથી શરૂ થશે અને અંબાજી ગામની પાછળ જંગલ વિસ્તારમાં થઈને પહાડો ખૂંદીને આબુ હાઇવે પરની ચેકપોસ્ટથી સહેજ આગળ ગજદ્વાર પાસે જોડાઈ જશે.પાછલા કેટલાય વર્ષોથી અંબાજીમાં બાયપાસ બને તેવી માંગ ઉઠતી રહી હતી જે બાદ ગુજરાત સરકાર એ બાયપાસ મંજૂર કરી દીધો હતો. જે બાદ અંબાજી ગામની પાછળ જંગલ વિસ્તારમાં 10 મીટર પહોળા ટુ લેન બાયપાસની કામગીરી 124.40 કરોડના ખર્ચે જુલાઈ 2022માં શરૂ કરાઈ હતી. જેનું કામ હાલ યુદ્ધના ધોરણે જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. પાલનપુર માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ” 5.3 કિલોમીટરની લંબાઈ ધરાવતા અંબાજી બાયપાસ પ્રોજેક્ટની કામગીરી ભુજની એજન્સી કે.કે.સોરઠીયા દ્વારા કરવામાં આવી રહી છે.આવતા વર્ષે 30 એપ્રિલે કામ પૂર્ણ કરવાની સમય સીમા રાખવામાં આવી છે. શક્યતા છે કે જૂન 2024 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. એટલે આવતા ભાદરવા પૂનમના મેળામાં નવા બાયપાસની ભેટ મળી જશે. આ બાયપાસમાં નદી વ્હોળા પસાર થાય છે જેને લઇ બે મેજર બ્રિજ પણ બનાવવામાં આવશે. ઉપરાંત પ્રોટેક્શન વોલનું કામ પણ આવરી લેવામાં આવ્યું છે. 23.175 હેક્ટર વિસ્તારને ફોરેસ્ટ ક્લિયરન્સ મંજૂરી અગાઉ મળી ગઈ હતી જેના લીધે કામગીરી ઝડપથી ચાલી રહી છે. 4.30 કિલોમીટર સુધી પહાડ ડ્રીલીંગ મશીન હિટાચી મશીનથીતેમજ બ્રેકરનો ઉપયોગ કરીને જેટલો પહાડ ખોદી શકાય એટલો પહાડ ખોદવામાં આવ્યો છે હાલમાં બ્લાસ્ટ માટેની પરમિશન મંજૂરી હેઠળ છે જે પણ આવી જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.