પાલનપુરની નૂતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સી.બી.ગાંધી નૂતન હાઇસ્કૂલ પાલનપુરમાં 1994માં ધોરણ-10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ 30 વર્ષે પછી ફ્રેન્ડશીપ દિવસે યોજાયો હતો.દેશ-વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. લાંબા સમય પછી મળેલા મિત્રોએ જૂની વાતો વાગોળી હતી.પાલનપુરની સી.બી.ગાંધી નૂતન હાઇસ્કૂલમાં 1994 માં ધોરણ-10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ 30 વર્ષે પછી ફ્રેન્ડશીપ દિવસે યોજાયો હતો. જેમાં દેશ-વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. લાંબા સમય પછી મળેલા મિત્રોએ જૂની વાતો વાગોળી હતી. જુના સ્મરણો તાજા કર્યા હતા. આ પ્રસંગે નતૂન હાઇસ્કૂલના ગુરૂજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રોગ્રામને સફળ બનાવવા પાલનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુરેશ બારોટ, જીતેન્દ્ર ગોસ્વામી, ગીરીશ માળી, પરેશ ખડાલીયા, વિરુ ચૌહાણ, અતુલ ચોક્સી, મહેન્દ્ર પટણી, પ્રદિપ પુરોહિત, પંકજ જોષી,મહેશ મથરાણી તેમજ સુરતના મિત્રો રોહિત ભાલકીયા, પ્રદિપ ખત્રી તથા સર્વે મિત્રોનો સહયોગ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.