પાટણ બી.એમ.હાઈસ્કુલ ખાતે મહીલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ દ્રારા “મહીલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી પાટણ બી.એમ.હાઈસ્કુલ ખાતે સોમવારે કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં વિવિધ વિભાગો દ્વારા ન્યુટ્રીશન પ્રદર્શન, ભવાઈ કાર્યક્રમ, ફિટ ઈન્ડીયા,ફિટ ગુજરાત થીમ પર સાયકલ રેલી, આરોગ્ય તપાસણી કેમ્પ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીલા સાયકલ રેલીને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.પટેલે વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત બાળકના જ્ન્મબાદ એક જ કલાકમાં માતાનું ધાવણ આપવા અનુરોધ કર્યો હતો. આ સ્તનપાન દ્વારા બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સઘન મિશન ઈન્દ્ર ધનુષ 5.0 અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો અને સગર્ભા માતાઓ કે જે રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલા છે તેવા તમામ લાભાર્થીઓને તા.07 ઓગસ્ટથી તા.12 ઓગસ્ટ સુધી રસીકરણ કરવા જણાવ્યું હતું. P.C.P.N.D.T.એક્ટ, સ્ત્રીભૃણ હત્યા, પ્રવર્તમાન સેક્સ રેશીયો, દિકરા દિકરીનો ભેદભાવ, મહીલાઓમાં પોષણક્ષમ આહારોના અભાવે/અજ્ઞાનતા, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(એડોલેશ હેલ્થ), સ્ત્રીઓ ને લાગતા માનસિક પ્રશ્નો, 181 અભયમ ટીમ, મહીલાઓના સશક્તિકરણ અને કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. ICDS પોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી દ્રારા મહીલા અને બાળકોમાં કુપોષણની સમસ્યાઓ અને તેને નિવારવા માટે આપણે શુ કરી શકીયે, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 અંતર્ગત વિવિધ ધાન્યનો ઉપયોગ અને તેના ફાયદા વિશે સમજ આપી હતી. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(એડોલેશ હેલ્થ) અંતર્ગત બી.એમ.હાઈસ્કુલની વિધાર્થીનીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી પ્રીતીબેન સોની,ICDS પોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, બી.એમ.હાઈસ્કુલના આચાર્ય ભાવનાબેન પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.બી.પટેલ. મહીલા અને બાળ અધિકારી મુકેશભાઈ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્કેસભાઈ, પાટણ C.D.P.O.ઉર્મિલાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહીલાઓ અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.