કડીમાં બલાસર ગામે પાર્લરની બાજુમાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

મહેસાણા
મહેસાણા

કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ અલગ-અલગ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન બલાસર નર્મદા કેનાલ પાસે પહોંચતા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે બલાસર ગામના જવાનપુરામાં રાધે પાન પાર્લરની બાજુમાં લાઈટના અજવાળી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પોતાના અંગત ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરતા જુગાર રમતા રાજુજી ઠાકોર રહે બલાસર કડી, પોપટજી ઠાકોર રહે. બાલસર કડી, કિરણજી ઠાકોર રહે બલાસર કડી, અર્જુનજી ઠાકોર રહે બલાસર કડી, વિષ્ણુજી ઠાકોર રહે બલાસર કડી, જશુજી ઠાકોર રહે બલાસર કડી, હાર્દિક રાઠોડ રહે મણીપુર કડીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 16,050નો રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.