મહેસાણા પોસ્ટ ઓફિસ રોડ કેનાલમાં અસહ્ય ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના જીઇબી રોડથી પોસ્ટ ઓફિસ તરફના રસ્તાની એકસાઇડમાં આવેલી વરસાદી પાણીની કેનાલમાં કચરાના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ થયો છે. જેના કારણે તોબા પોકારી ગયેલ આસપાસની સોસાયટીના રહીશોએ લોકોનું આરોગ્ય જોખમાય તે પહેલાં કેનાલની સફાઇ કરાવી ગંદકીનો નિકાલ કરાવવા માંગ કરી છે.પોસ્ટ ઓફિસથી ચામુંડા ચોકડી તરફ જતાં રસ્તામાં કેનાલ રોડ ઉપર કૈલાસનગર, મહેશ્વરી, સરદારનગર, ધરતીપાર્ક, શાંતિકુંજ, શિવકુંજ સહિતની સોસાયટીઓ આવેલી છે અને ચોમાસામાં વરસાદી પાણીની કેનાલના નિચાણના ભાગમાં પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળો ફેલાવાનો ભય છે.આ અંગે વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઇ છે. બીજી તરફ, ઘણા દિવસથી વરસાદ થયો નથી છતાં હજુ ધરતીપાર્ક, શાંતિકુંજ, શિવકુંજ સામે ખુલ્લી કેનાલની સફાઇ નહીં કરાતાં પાણીમાં લીલ જામતાં મચ્છરો થયાં છે. જેના કારણે રાત્રે આસપાસની સોસાયટીઓના ઘરો સુધી મચ્છરો પહોંચતાં ત્રાસી ગયા છે. સત્વરે ખુલ્લી કેનાલ ઢાંકી ઉપર રોડ કે અન્ય રીતે આ સમસ્યાનો કાયમી હલ લાવવા માંગ કરી છે.જાગૃત નાગરિક નટવરલાલ પરમારે કહ્યું કે, ખુલ્લી કેનાલ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી છે. પરંતુ કેટલાક લોકો પાલિકાનું ઘરે ઘરે કચરો લેવા વાહન આવતું હોવા છતાં તેમાં કચરો નાંખવાના બદલે આ કેનાલમાં ફેંકી દેતાં હોઇ ગંદકી સર્જાય છે. આવા લોકોને પકડી દંડ ફટકારી સબક શિખવાડવો જોઇએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.