પાટણમાં નગરપાલિકા હસ્તકના કોમ્પલેક્સની છતના પોપડા પડતા વેપારીઓમાં ફફડાટ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં નગરપાલિકા સંચાલિત બગવાડા દરવાજા નજીક ના જર્જરીત બનેલ બે માળીયા શોપીંગ ની છત નો એક તરફનો ભાગ ઘરાશાહી બનતા શોપિંગ સેન્ટરના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા વર્ષો પૂર્વે બનાવેલા કેટલાક શોપિંગ સેન્ટરો પડવાના વાગે જર્જરીત હાલતમાં ઉભા છે. જે પૈકી શહેરના બગવાડા દરવાજા નજીક આવેલા પાલિકા સંચાલિત બે માળીયા શોપિંગ સેન્ટર ની જજૅરિત બનેલ છતની દિવાલ ધરાશાયી બનતા શોપિંગ સેન્ટર નીચે વર્ષોથી પતરાનો શેડ બાંધીને સીડી ના ભાગ મા દરજી કામ કરી પોતાના પરિવાર નું ભરણ પોષણ કરતા શૈલેશ દરજી ના શેડ ઉપર કાટમાળ પડતાં નુકસાન થવા પામ્યું હતું. તો સજૉયેલ આ ઘટના મા કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પાટણ ના પ્રબુધ્ધ નગરજનોએ પાલિકા સામે આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે શહેરના જજૅરિત મકાનોનાં માલિકોને નોટિસ પાઠવવામા સુરી બનેલી નગર પાલિકા પોતાના જ હસ્તક ના બનાવેલા અને જજૅરિત બનેલા કોમ્પલેક્ષ માટે ઉદાસીનતા દાખવી રહી છે. બનેલ આ અકસ્માત ની ધટના મા કોઈ જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોની તેવા વૈધક આક્ષેપો પણ નગરજનોએ પાલિકા સામે કયૉ હતા.નગરપાલિકા હસ્તકના શોપિંગ કોમ્પલેક્ષની ધરાસાઈ બનેલી છત બાબતે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ નો ટેલીફોનિક સંપર્ક કરી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા હસ્તકના જેટલા પણ કોમ્પ્લેક્સ જર્જરીત હાલતમાં છે તે તમામ કોમ્પલેક્ષોમાં વેપાર કરતાં વેપારીઓને પાલિકા દ્વારા નોટિસો પાઠવી જર્જરીત બનેલા ભાગના રિનોવેશન માટે સૂચિત કરવામાં આવ્યા છે. છતાં કેટલાક વેપારીઓ જર્જરીત બનેલા ભાગોને રીનોવેટ ન કરાવતા આવી ઘટનાઓ સર્જાતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. ત્યારે આ બાબતે નગરપાલિકા પાલિકા હસ્તકના બનેલા શોપિંગ સેન્ટરોમાં વેપાર કરતા વેપારીઓને તેઓના સ્વખર્ચે જજૅરીત ભાગના રીનોવેશન કરાવે તેવી ફરજ પાડવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.