તળેટીમાં ગામની સીમમાં પરવાનગી વિના મોબાઇલ ટાવર ઊભો કરાયો

મહેસાણા
મહેસાણા

તળેટી થી મહેસાણા શહેર તરફના મુખ્ય રસ્તા નજીક ખેતીલાયક જમીનમાં પંચાયતની પરવાનગી વગર મોબાઇલ ટાવર નખાઇ રહ્યો હોઇ કામગીરી બંધ કરાવવા અને જવાબદાર પંચાયતના હોદ્દેદાર અને અધિકારી સામે પગલાં લેવા મહિલા સદસ્યા દ્વારા જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરવામાં આવી છે.તળેટી ગ્રામ પંચાયતનાં સદસ્યા મીનાબેન ભરતકુમાર રાણાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, પંચાયત હદમાં રહેણાંક વિસ્તારમાં નિલકંઠ મહાદેવ મંદિરની સામે ખેતીલાયક જમીનમાં ગ્રામ પંચાયતની પરવાનગી વગર મોબાઇલ ટાવર ઊભો કરાઇ રહ્યો છે. મોબાઇલ ટાવર સામે અનુસૂચિત જાતિનો વસવાટ છે. સરપંચ અને તલાટી સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં મોબાઇલ ટાવર બાબતે કોઇ જવાબ અપાતો નથી અને મીલીભગતથી ટાવર નખાઇ રહ્યાનો આક્ષેપ કર્યો છે.ટાવર જ્યાં ઊભો કરાઇ રહ્યો છે તે જગ્યા ખેતીલાયક જમીન છે અને એનએ પણ કરાયું નથી. બાજુમાં તળેટીથી મહેસાણા તરફ જવાનો રસ્તો પણ છે. સરકારની કે પંચાયતની પરવાનગી સિવાય ચાલતા મોબાઇલ ટાવરનું કામ અટકાવી જવાબદાર સરપંચ, તલાટી કમ મંત્રી સામે પગલાં ભરવા મામલતદાર, પ્રાન્ત, તાલુકા અને જિ.પં.માં રજૂઆત કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.