ઇકબાલગઢના ખેડૂતે દેશી સિસ્ટમ વિકસાવી બચત કરવા માટે અન્ય ખેડૂતોને પ્રેરણા આપી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ઇકબાલગઢના ખેડૂતે દેશી સિસ્ટમ વિકસાવી બચત કરવા માટે અન્ય ખેડૂતોને પ્રેરણા આપી છે ખેડૂતે નિંદામણ માટે એક અલગ પ્રયાસ કરતા બાઈક પાછળ નિંદામણ નક ખ પો બાંધી મગફળી માં નિંદામણ કરવાનો નુસખો અપનાવતા તે સફળ રહ્યો હતો.હાલમાં કુદરતી આફતો અને મોંઘા બિયારણો અને ખાતરો થી કરાયેલ ખેતી માં ખેડૂતોને બચતમાં કઈ મળતું નથી અને જો કુદરતી આફત આવી જાય તો મસમોટું નુકસાન જય રહ્યું છે આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂત ને ઓછા ખર્ચે ખેતી કઈ રીતે થાય એવા વિચારો કરતા બાગાયતી ખેતી તરફ પણ પ્રયાસ કરેલ છે બિયારણો અને ખાતર માં કઈ રાહત મળે તેમ ન હોઈ હવે માત્ર ખેડવા અને નિંદામણ માં બચત કરવાના ધ્યેય થી અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ના ખેડૂતે નિંદામણ માટે એક અલગ પ્રયાસ કરતા બાઈક પાછળ નિંદામણ નક ખ પો બાંધી મગફળી માં નિંદામણ કરવાનો નુસખો અપનાવતા તે સફળ રહ્યો હતો.જો મજુર વડે નિંદામણ કરાવવામાં આવે તો વીઘા દીઠ એક હજાર થી વધુનો ખર્ચ થાય અને ટેક્ટર થી કરાવવામાં આવે તો કલાક દીઠ આઠસો થી એક હજાર નો ખર્ચ થાય જયારે બાઈક વડે નીંદણ કરતા માત્ર સો રૂપોયણા પેટ્રોલ માં એક વીઘા માં નિંદામણ શક્ય બન્યું હતું આથી ખેતી કરવામાં ખર્ચ માં રાહત મળે એમ છે આથી આ ભગીરથ પ્રયાસ કરનાર ખેડૂત અશોકભાઈ બુકોલિયા એ અન્ય ખેડૂતોને પણ આવા સાધનો વડે ખેતી કરી બચત કરવા માટે એક રાહ ચીંધ્યો છે જો ખેડિતો આવી દેશી સિસ્ટમ બનાવી ખેતી કરશે તોજ આવી મોંઘવારી માં અને પાક તૈયાર થયા સમયે આવતી કુદરતી આફતો સામે થોડીક રાહત મેળવી શકાશે નહીંતર આજનો ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.