ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવતીકાલે પેટાચૂંટણી યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની ડીસા અને પાલનપુર નગરપાલિકાની એક એક બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજવા સ્થાનિક તંત્ર સજ્જ બની ગયું છે. જેમાં ડીસામાં 7 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે.ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9ના નગરસેવક સાદિક શેખે રાજીનામુ આપ્યા બાદ ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલ રવિવારે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મતદાન યોજાનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા તંત્ર સજ્જ બની ગયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણીમાં ભાજપના કાંતિલાલ લોધા, કોંગ્રેસમાંથી ઇમરાન કુરેશી અને આમ આદમી પાર્ટીના જીગ્નેશ દેસાઈ વચ્ચે ચૂંટણી જંગ યોજાશે.ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9ની એક બેઠકની પેટા ચૂંટણીમાં 8232 મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ ત્રણ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. બંને બેઠકોની પેટા ચૂંટણી માટે બંદોબસ્ત જાળવવા પોલીસકર્મીઓ પણ તૈનાત કરાયા કરાયા છે. ડીસા નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે માટે સ્થાનિક તંત્ર સજ્જ બન્યું છે અને મતદારોને નિર્ભય રીતે મતદાન કરવા પણ અપીલ કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.