કડીની પૂજા હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલના 3 સોનોગ્રાફી મશીન સીલ કરાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં જિલ્લા આરોગ્ય તંત્રની તબીબો પર લાલ આંખ કરતાં સમગ્ર જિલ્લાના તબીબોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર મહેસાણા જિલ્લાના 14 ગાયનેક હોસ્પિટલોમાં સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા. સ્ટીંગ ઓપરેશનના પુરાવાના આધારે 14 ગાયનનેક તબીબોને કારણદર્શક નોટિસ પાઠવીને જવાબ મંગાવવામાં આવ્યો હતો.કડીની પૂજા મેટરનીટી હોમના ત્રણ સોનોગ્રાફી મશીનના ડેટા એકત્રિત કરવા માટે તબીબને હાર્ડ ડિસ્ક સીલ કરી સુપ્રત કરવાનો આદેશ કરાયો હોવા છતાં સુપ્રત કરાઈ નહોતી. તેથી તાજેતરમાં મળેલી PCP&DT કમિટીની બેઠકમાં કલેક્ટરે પૂજા મેટરનીટી હોમના ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરી FSLમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ગર્ભ પરીક્ષણ કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા તબીબોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.મહેસાણા જિલ્લા કલેક્ટરના આદેશથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા આરોગ્ય વિભાગની ટીમો બનાવી બે મહિના અગાઉ જિલ્લાના 14 ગાયનેક હોસ્પિટલોમાં ડમી ગ્રાહકો મોકલીને ગર્ભ પરીક્ષણ આશંકાએ સ્ટીંગ ઓપરેશન કરાવ્યા હતા. સ્ટીંગ ઓપરેશન કર્યા બાદ 14 ગાયનેક તબીબોને કારણદર્શક નોટિસ ફટકાડવામાં આવી હતી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો.કડી શહેરમાં તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલા પૂજા મેટરનીટ હોમમાં સ્ટીંગ ઓપરેશનમાં હોસ્પિટલમાં અનેક ક્ષતિઓ ઝડપાઈ હતી. જેમાં ડમી લાભાર્થીને સોનોગ્રાફી કરાયા બાદ હોસ્પિટલમાં ફોર્મ-એફ ભરવામાં આવ્યું ન હતું અને ડમી લાભાર્થીનું ક્યા કારણસર સોનોગ્રાફી કરાવવામાં આવી. તેનો કોઈ રેકોર્ડ તૈયાર કરાયો ન હતો. સગર્ભાની સોનોગ્રાફી કરાવવા બાબતે રજીસ્ટર નિભાવવાનું હોય છે. પૂજા હોસ્પિટલમાં રજીસ્ટર નહીં નિભાવીને ડમી લાભાર્થીની કોઈ નોંધ કરવામાં આવી ન હતી. PCP&DT એક્ટની અનેક જોગવાઈઓનો ભંગ થતો હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીની કારણદર્શક નોટિસ પાઠવીને પર્સનલ સુનાવણી કરવામાં આવી હતી.આ સુનાવણી દરમિયાન આરોગ્ય વિભાગ ગેસ્ટિંગ ઓપરેશનના પુરાવા રજૂ કરતા તબીબે સુનાવણીમાં ખોટી વિગતો લખાવી હોવાનો સ્વીકાર કર્યો હતો. સોનોગ્રાફી મશીનની હાર્ડ ડિસ્ક સુપ્રત કરવા તબીબને સુચના આપી હતી, તેમ છતાં હાર્ડ ડિસ્ક સુપ્રત નહીં કરતા જિલ્લા એડવાઈઝરી કમિટીએ PCP&DT કમિટીમાં તબીબનો અહેવાલ રજૂ કર્યો હતો. તેના પરિણામે કલેક્ટરે તબીબ સામે લાલ આંખ કરીને હોસ્પિટલના ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરી FSLમાં મોકલવા આરોગ્ય વિભાગને હુકમ કર્યો હતો જેથી આરોગ્ય વિભાગે પૂજા મેટરનિટી હોમના ત્રણે સોનોગ્રાફી મશીન સીલ કરીને FSLમાં મોકલી આપ્યા હતાં.કડીના તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલા પૂજા ગાયનેક હોસ્પિટલના તબીબ સામે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ લાલ આંખ કરતાં સમગ્ર પંથકના તબીબોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, કડીમાં ત્રણ, વિજાપુરમાં ત્રણ, વિસનગરમાં બે, મહેસાણામાં ત્રણ, સતલાસણામાં બે અને ઊંઝામાં એક સ્ટિંગ ઓપરેશન કર્યા હતા. સમગ્ર જિલ્લામાં 14 સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા. કડીમાં પહેલી વખત ત્રણ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા. તબીબ ત્રણ મશીનોનો ઉપયોગ કરતા હતા. ત્રણ મશીનમાં હાર્ડ ડિસ્ક ન હતી અને ઘણી બધી ક્ષતિઓ જોવા મળી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કડીના તબીબોને બોલાવી પર્સનલી કુદરતી ન્યાયના જે સિદ્ધાંતો છે સમજાવી પર્સનલ હીયરિંગ આપવામાં આવી હતી. તેઓને મુદત પણ આપવામાં આવી હતી કે તમારી પાસે જે કંઈ ડેટા હોય તે અમને આપો જેથી અમે FSLમાં મોકલી શકીએ. જ્યાં જ્યાં અમે સ્ટિંગ ઓપરેશન કર્યા છે ત્યાં ત્યાં નોટિસો આપવામાં આવી છે અને અમે કાર્યવાહી કરી છે.તેમણે કહ્યું હતું કે, કડીની પૂજા હોસ્પિટલમાં સ્ટીંગ ઓપરેશન દરમિયાન અમારા બેન મોકલેલા. તે બેનની સોનોગ્રાફીમાં તેમને નહોતુ એફ ફોર્મ ભર્યું અને પ્રિન્ટેડ રિપોર્ટ પણ આપ્યા ન હતા. તેમને જ્યારે પર્સનલ હીયરિંગમાં બોલાવ્યા ત્યારે તેઓ આ વાતને નકારતા હતા કે તેઓએ આ બેનની સોનોગ્રાફી કરી જ નથી. અમે તેમને કહ્યું કે અમે તમારું સ્ટીંગ ઓપરેશન કર્યું છે અને અમારી પાસે રેકોર્ડિંગના પુરાવા છે અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે કોર્ટની અંદર અમે પુરાવા મૂકશું. સતલાસણા પણ મશીન સીલ કરીને FSLમાં મોકલી આપવામાં આવ્યા છે તેમ જ કડીની અન્ય એક હોસ્પિટલનું મશીન પણ સીલ કરી FSLમાં મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.