વિસનગરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બૂટલેગર ઝડપાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં શહેર પોલીસને બાતમી મળી હતી કે ખેરાલુ તરફથી એક સ્વિફ્ટ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર થઈ જનાર છે. તે બાતમીના આધારે પોલીસે કાંસા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે સ્વિફ્ટ ગાડીમાંથી 96,420 કિંમતની 641 બોટલ દારૂ તેમજ સ્વિફ્ટ ગાડી અને મોબાઈલ મળી કુલ 4,01,420નો મુદ્દામાલ કબજે લઇ 1 શખ્સને ઝડપી લીધો હતો.જેમાં પોલીસે ઝડપાયેલા શખ્સ તેમજ અંધારાનો લાભ લઈ ફરાર થનાર તેમજ ગાડીમાં દારૂ ભરી લાવનાર શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પ્રોહી જુગારની લગત ગત રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખેરાલુ વડનગર રોડ તરફથી એક ગ્રે જેવા કલરની સ્વિફ્ટ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની પેટીઓ ભરી વિસનગર થઈ પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે કાંસા ચોકડી ખાતે બેરીકેટિંગ ગોઠવી વોચ ગોઠવી હતી. જેમાં પાલડી ચોકડી તરફથી એક ગ્રે કલરની સ્વિફ્ટ ગાડી આવતા પોલીસને જોઈ ગાડી ચાલકે કાંસા ગામ તરફ રોડ પર લઈ ગયો હતો. જ્યાં પોલીસે ગાડીનો પીછો કરતા કાંસા.એન.એ રોડ પર સ્વામીનારાયણ સ્કૂલ થી થોડેક આગળ કાંસા ગામ તરફના જતા રોડ પર વળાંકમાં રોડની સાઈડમાં ગાડી મૂકી ઈસમો ખેતરો તરફ ભાગવા લાગ્યા હતા. જેમાં પોલીસે પીછો કરી એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. જેમાં ઝડપાયેલા શખ્સને પૂછપરછ કરતા તેને આણેચા (ઠાકોર) પિન્ટુજી પારખાનજી (રહે. વાઘરોલ, દાંતીવાડા, બનાસકાંઠા)નો હોવાનું જણાવ્યું હતું. તેમજ નાસી જનાર શખ્સનું નામ પૂછતા તે ડ્રાઈવર રાસીભાઈ ચેનજીભાઈ ધુંખ (રહે. રામછેડા, દાંતીવાડા)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીની તલાસી લેતા પાછળની સીટ અને પાછળની ડેકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં પોલીસે 96,420ની કિંમતનો 641 દારૂ અને બિયરની બોટલો, 3 લાખ કિંમતની સ્વિફ્ટ ગાડી, 5000નો મોબાઈલ મળી કુલ 4,01,420નો મુદ્દામાલ કબજે લઇ ઝડપાયેલ આણેચા (ઠાકોર) પિન્ટુજી પારખાનજી, નાસી જનાર ડ્રાઈવર રાસીભાઈ ચેનજીભાઈ ધુંખ તેમજ દારૂ ભરી લાવનાર અને ગાડીનું પાઇલોટીંગ કરનાર મદ્રાજસિંહ (રહે. કરજાગામ, બનાસકાંઠા)વાળા વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.