એન્જિનિયર કરતો હતો મહિલાને અશ્લિલ મેસેજ, વિરોધ કરતાં દીકરાને કીડનેપ કરવાની આપી ધમકી
ઉત્તર પ્રદેશના બરેલીમાં જુનિયર એન્જિનિયર પરિણીત યુવતીના મોબાઈલ પર અશ્લીલ મેસેજ કરતો હતો. મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેનાં દીકરાને કિડનેપ કરવાની ધમકી આપી હતી. યુવતીએ કેટલીય વાર યુવકની કંપનીમાં ફરીયાદ કરી, પરંતું તે છતાં કંપની એ કોઈ કદમ ઉઠાવ્યું ન હતું. છેલ્લે હારી-ધાકીને મહિલાએ પોલીસને ફરીયાદ કરી અને યુવક સામે રિપોર્ટ નોંધાવ્યો. હવે યુવક ફરાર છે.
મળેલી જાણકારી મુજબ કાનપુરની ટ્રેકટર કંપનીમાં કામ કરતો જુનિયર એન્જિનિયર પરિણીત યુવતીના મોબાઈલ પર અશ્લીલ મેસેજ કરવાનું શરું કર્યું, તો પરિણીત યુવતીએ તેનો વિરોધ કર્યો. યુવતીએ એન્જિનિયરની કંપનીમાં કેટલીય વખત ફરીયાદ કરી, પરંતું તેનાં સામે કંપનીએ કોઈ કાર્યવાહી કરી નહીં. તેનાં પછી એન્જિનિયરે યુવતીનાં સંબંધીઓને પણ અશ્લીલ મેસેજ કર્યા. એટલું જ નહીં એન્જીનીયરે યુવતીનાં બાળકોનું અપહરણ કરવાની પણ ધમકી આપી અને વારંવાર હેરાન કરવાં લાગ્યો.
છેલ્લે યુવતીએ પોલીસને ફરિયાદ કરી અને પોલીસે એન્જીનીયર સામે રીપોર્ટ દાખલ કરી અને શોધખોળ હાથ ધરી છે, પરંતું એન્જીનીયર ફરાર છે. ત્યાં, પીડિત યુવતીનો આરોપ છે કે હવે સતત નિવેદનનું દબાણ આપવામાં આવી રહ્યું છે અને યુવક નવાં-નવાં મોબાઈલ નંબરથી ફોન કરીને ધમકી આપી રહ્યો છે.
બરેલીનાં પોલીસ સ્ટેશન કેન્ટ વિસ્તારની રહેવાસી પરિણીત યુવતીનો આરોપ છે કે કાનપુરની એક ટ્રેકટર કંપનીમાં કાર્યરત જુનિયર એન્જિનિયર તેનાં મોબાઈલ પર અશ્લીલ મેસેજ કરીને હેરાન કરે છે. તેણે યુવતીનાં બાળકોનું અપહરણ કરવાની ધમકી આપી છે અને યુવતીનાં સંબંધીઓને પણ અશ્લીલ મેસેજ કર્યા છે. પીડિતાએ કેટલીય વખત યુવકને મેસેજ ન કરવાનું કહ્યું હતું, પરંતું તે માન્યો નહીં અને સતત અશ્લીલ મેસેજ મુકતો રહ્યો, તેનાં પછી પરિણીત યુવતીએ ટ્રેકટર કંપનીમાં પણ યુવકની ફરીયાદ કરી, પરંતુ કંપનીએ પણ તેની સામે કોઈ કાર્યવાહી કરી નહીં. તેનાં બાળકોનું અપહરણ કરવાની ધમકી આપવાં લાગ્યો.
મળેલી જાણકારી મુજબ હેરાન થઈને યુવતીએ પોલીસને ફરીયાદ કરી અને પોલીસે યુવતીની ફરિયાદનાં આધારે આરોપી સામે ફરીયાદ દાખલ કરી અને શોધખોળ શરૂ કરી દીધી છે, પરંતું પોલીસ આરોપીની ધરપકડ કરી શકી નથી. પીડિતાનો આરોપ છે કે રીપોર્ટ દાખલ કર્યા પછી યુવક તેને લગાતાર નવાં નવાં મોબાઈલ નંબરથી ધમકી આપી રહ્યો છે. યુવતીનો આરોપ છે કે તે ગભરાઈ ગઈ છે અને તેનાં જીવને ખતરો છે.
આ સમગ્ર ઘટનામાં પોલીસ સ્ટેશન કેન્ટનાં સ્ટેશન ઈન્ચાર્જ બલબીર સિંહે કહ્યું કે યુવતીની ફરિયાદના આધારે હિમાચલમાં રહેતા યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવશે.