ડીસામાં અટલ ભુજલ યોજનાની કીટના ટોકન ન મળતા વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

કેન્દ્ર સરકાર દ્વારા અટલ ભુજલ યોજના અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્ય ઓર્ગેનીક બિયારણ દવા ખાતરની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા તાલુકામાં કીટ લેવા ખેડૂતોએ રીતસરની પડાપડી કરી હતી. ડીસા તાલુકામાં એક જ કેન્દ્ર હોવાથી વિતરણ વ્યવસ્થામાં ખૂબ જ અવ્યવસ્થા સર્જાતા ખેડૂતો રોષે ભરાયા હતા.ખેડૂતો નૈસર્ગિક ખેતી કરતા થાય તે હેતુથી અટલ ભુજલ યોજના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અમુક જિલ્લાઓમાં ખેડૂતોને ઓર્ગેનિક ખાતર, બિયારણ અને દવાની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થતો હોય ગુજકોમાસોલ મારફતે દરેક તાલુકા લેવલે તેનું વિતરણ થઈ રહ્યું છે. ડીસા તાલુકામાં કુલ 3157 ખેડૂતોને કીટ આપવાની યોજના છે. પરંતુ ડીસાના આખોલ ખાતે આવેલા ગુજકોમાસોલના કેન્દ્ર પર મોટી સંખ્યામાં ખેડૂતો કીટ લેવા એકત્રિત થતા અંધાધુંધી સર્જાઈ હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેડૂતો બે ત્રણ દિવસથી ધક્કા ખાય છે. તેઓને ટોકન મળતા નથી. આજે પણ સવારે ચાર વાગ્યાથી ખેડૂતો તમામ કામકાજ છોડી લાઈન લગાવી હતી. પરંતુ કેન્દ્ર ખુલતા જ ખેડૂતોએ એક સાથે હલ્લાબોલ કરી દેતા વિતરણ વ્યવસ્થામાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.તેઓ સવારે ચાર-પાંચ વાગ્યાથી આવીને લાઈનમાં ઊભા છે. છતાં પણ પાંચથી સાત કલાક થવા છતાં હજુ સુધી કેન્દ્ર ખુલ્યું નથી. તો કેટલાય ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી આવી રહ્યા છે પરંતુ કલાકો સુધી ઉભા રહેવા છતાં પણ કીટ મેળવવા માટેના ટોકન પણ મળતા નથી. રોજ કીટ લેવા માટે 500 થી 700 ખેડૂતો વહેલી સવારથી જ કેન્દ્ર આગળ આવી જાય છે. ત્યારે સરકાર વધુ કેન્દ્રની ફાળવણી કરે તો ખેડૂતોને આસાની થી કિટ મળી શકે તેમ છે. ડીસાના વિસ્તરણ અધિકારી જણાવ્યું હતું કે, ખેડૂતોને આ કીટ અંતર્ગત બિયારણ બાજરા 1.5 kg,પ્રોંમ 50 kg,નીમ ઓઇલ 500 ml,ઓર્ગેનિક ખાતર પ્રવાહી 500 ml,Npk પ્રવાહી 1 લીટર, માઈકોરાઈઝા 1 kg અને દિવેલી ખોળ 50 kgમળી કુલ રૂપિયા 2400ના મૂલ્યની કીટ વિના મૂલ્ય આપવામાં આવે છે. ડીસા તાલુકામાં જનરલ 2992 SC 126અને ST39મળી ટોટલ 3157 ખેડૂતોને આનો લાભ આપવામાં આવશે. ખેડૂતોને ટોકન મારફતે વિતરણ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો ધીરજ રાખતા ન હોવાથી આ અવ્યવસ્થા સર્જાય છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.