વિરાટ અને રોહિતનાં 144 કલાક ઉડાવશે પાકિસ્તાનની ઊંઘ, બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં કરશે રીપોર્ટ

Sports
Sports

વિરાટ કોહલી અને રોહીત શર્મા વેસ્ટ ઇન્ડીઝથી પરત ફર્યા છે. વેસ્ટ ઇન્ડીઝમાં ટેસ્ટ અને વનડે સીરીઝ રમ્યા પછી બંન્નેએ વિરામ લીધો છે. બંન્ને ખેલાડીઓ લગભગ 2 અઠવાડિયા સુધી વિરામ લીધો છે, પરંતુ આ પછી બંન્નેનાં 144 કલાક પાકિસ્તાનની ઊંઘ ખરાબ કરવાના છે. હકીકતમાં બે અઠવાડીયાના વિરામ બાદ રોહીત અને કોહલીને 23 ઓગસ્ટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિપોર્ટ કરવાનો છે. જ્યાં એશિયા કપની તૈયારી માટે 24 થી 29 ઓગસ્ટ સુધી કેમ્પ યોજાશે. એટલે કે 6 દિવસ અને કુલ 144 કલાકનાં આ કેમ્પમાં પ્લેયર્સનાં ટાર્ગેટ માં ફક્ત ને ફકત એશિયા કપ જ હશે.

30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનાર એશિયા કપમાં ભારત તેની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં પાકિસ્તાન સામે રમશે. એવામાં ટીમ ઇન્ડિયાની પહેલો પડકાર પાકિસ્તાન છે અને બેંગ્લોરમાં થનારા 6 દિવસનાં કેમ્પમાં પાકિસ્તાનને લઈને ખાસ તૈયારી પણ કરવામાં આવશે. વિરાટ અને રોહીત બંન્ને વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલી T20 સીરીઝનો ભાગ નથી. બંન્ને વ્યસ્ત શિડ્યુલની શરૂઆતથી પહેલાં રજાઓ માણી રહ્યાં છે.

સિનિયર પ્લેયર્સ વર્લ્ડ કપ 2023ની તૈયારી શરૂ કરતાં પહેલાં એશિયા કપમાં ભાગ લેશે. ઈનસાઈડસ્પોર્ટ્સનાં અનુસાર બસિસિઆઇનાં એક અધિકારીનું કહેવું છે કે રોહીત અને વિરાટ બંન્ને 23 ઓગસ્ટે NCA માં રીપોર્ટ કરશે. કેમ્પ પછી બંન્ને એશિયા કપ માટે શ્રીલંકા રવાના થશે અને 2 સપ્ટેમ્બરે પોતાનાં અભિયાનની શરૂઆત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.