પાટણ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અંતર્ગત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો અંતર્ગત સિદ્ધી મેળવેલ મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ અને મહિલા બાળ અધિકારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરીને મહિલાઓની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે નારી શક્તિની તાકાત વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં નારીનો શું ફાળો છે, તેમજ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનો ફાળો તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ મેળવેલ સિધ્ધીને બિરદાવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાં પશુપાલન વિભાગ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી, બાગાયત ક્ષેત્રે કામગીરી, સખીમંડળની બહેનોને કેસ ક્રેડિટ સર્ટિફિકેટ તથા ચેક વિતરણ, વાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો, PBSCના મહિલા કર્મચારીનું સન્માન, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી મધમાખી પાલન માટે સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા નેતૃત્વ દિવસની થીમ આધારિત નાટકમંડળી દ્વારા નાટક ભજવવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.