રાધનપુરમાં તળાવ પાસેના ગેરકાયદેસર દબાણો જેસીબી મશીનથી દૂર કરાયા

પાટણ
પાટણ

રાધનપુરમાં મંદિરો નજીક દબાણ કર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવતા ત્રણ દિવસ પહેલા મંદિર નજીક થતી ગંદકી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે હિન્દુ સંગઠન દ્વારા નગરપાલિકામાં લેખિતમાં અરજી કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેને લઈને રાધનપુર નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.રાધનપુર નગર ઐતિહાસિક નગર હોવાથી અનેક જુનવાણી મંદિરો આવેલા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મરાધનપુર રામજી મંદિર નજીક આવેલ વડ પસાર તળાવ પાસે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા. જેને કારણે રામજી મંદિરમાં દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓની ભારે હાલાકી સહન કરવી પડતી હતી. ત્યારે ત્રણ દિવસ પહેલા રાધનપુર બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાધનપુર નગરપાલિકામાં મંદિરો નજીક તેમજ વડપાસર તળાવ નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું.જે આવેદનને ધ્યાનમાં રાખીને રાધનપુર નગરપાલિકાએ દબાણકર્તાઓને 24 કલાકમાં દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી. પરંતુ 24 કલાક બાદ પણ દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર નહીં કરાતા રાધનપુર નગરપાલિકા એક્શનમાં આવી હતી અને તાત્કાલિક રાધનપુર નગરપાલિકાની ટીમ જેસીબી મશીન લઈને રામજી મંદિર પહોંચી હતી. આ મંદિર નજીકના લારી ગલ્લા અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.