પાલનપુરમાં આરોગ્ય કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. ખાસ કરીને કોરોના બાદ હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ચોંકાવનારી બાબત એ પણ છે કે, હાર્ટ એટેકની ઝપેટમાં કિશોરોથી લઈને 20થી 25 વર્ષના યુવાનો પણ આવી રહ્યા છે.આજરોજ પાલનપુરના આરોગ્ય કર્મચારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. આરોગ્ય કર્મચારી પાલનપુર હેડકવોટરમાં આવેલ અર્બન હેલ્થ- 2માં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન જ એટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. હોસ્પિટલમાં પહોંચે તે પહેલા 49 વર્ષીય રાજેન્દ્રભાઇ કરેણ નામના કર્મચારીનું મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. રાજેન્દ્રભાઈ 15 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા. રાજેન્દ્રભાઈ પાલનપુર તાલુકાના માલણ ગામના રહેવાસી હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.