બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના સામરવાડાપાસે પૂર ઝડપે આવી રહેલી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાના સામરવાડા પાસે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કાર અકસ્માતનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત એટલો શોકીંગ છે કે, વીડિયો જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે. કારની સ્પીડ એટલી હતી કે જાણો કોઈ રેસિંગ ચાલતી હોય. પૂર ઝડપે આવી રહેલ કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી હતી. પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી. હાલમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે, પુર ઝડપે આવી રહેલી કાર હવામાં ઊડવા લાગી છે. અને દિવાલ સાથે અથડાઈ હતી.જો કે આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.