બનાસકાંઠામાં બી.સી.એ કરેલા ખેડૂતે 20 વીઘામાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. અને તેનું ઉત્પાદન મેળવી દેશ-વિદેશમાં વેચાણ કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજના ઈસરવા ગામના બી.એસ.સી. માઈક્રો, એમ.એલ.ટી સુધીનો અભ્યાસ કરનાર ચંદુજી ઠાકોરે 20 વીઘા ખેતરમાં ડ્રેગન ફ્રુટની સફળ ખેતી કરી સારી એવી આવક મેળવી છે. અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનાં ઇસરવા ગામમાં રહેતા ચંદુજી બળવંતજી ઠાકોરની ઉંમર 22 વર્ષ છે. તેમને અભ્યાસ બીએસસી માઇક્રો, એમએલટી સુધી કર્યો છે. આ પરિવાર વર્ષોથી સિઝન આધારિત ખેતી કરતા હતાં.પરંતુ ખેતીમાં જોઈએ તેવું વળતર ન મળવાના કારણે આ પરિવારે બાગાયતી ખેતી કરવાનું વિચાર્યું કર્યો હતો. અનેક તાલુકા અને અનેક જિલ્લામાં બાગાયતી પાકની મુલાકાત લઈ પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનું વિચાર કર્યો હતો.સૌરાષ્ટ્રના કાલાવાડામાંથી ડ્રેગન ફ્રુટના 16 હજાર રોપા લાવ્યા હતાં. જેમાં એક છોડ 70 રૂપિયામાં લાવ્યાં હતાં. બાદ 20 વીઘા જમીનમાં 4 હજાર પોલ ઉભા કરી 16 હજાર રોપા વાવ્યા હતાં. 20 વીઘા ખેતરમાં પાળા કરી ઓર્ગેનીક રીતે ડ્રીપ એરીગેશન દ્વારા ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. અત્યાર સુધીમાં રૂપિયા 60 લાખનો ખર્ચ થયો છે. છેલ્લા બે વર્ષ પહેલાં પોતાના 20 વીઘા ખેતરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યાં છે. અત્યાર સુધી તેમને 700 કિલો જેટલું ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મેળવ્યું છે. તેમને માર્કેટમાં 200 રૂપિયાના ભાવે વેચી 1 લાખ 40 હજારની આવક મેળવી છે. આ ખેતી વીસ સુધી ચાલે છે. ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન છઠ્ઠા મહિનાની શરૂઆત થાય છે. 11માં મહિના સુધી ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન થાય છે. અત્યારે ખેતરમાં ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આગામી સમયમાં સારું ઉત્પાદન અને સારી આવક મેળવશે. તેવી આશા વ્યક્ત કરી હતી.કાંકરેજના ઈસરવા ગામના પોતાના 20 વીઘામાં 60 લાખના ખર્ચે ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. અને સારી એવી આવક મેળવી રહ્યા છે. સાથે જ તેમની ખેતી જોવા માટે આજુબાજુ ગામના ખેડૂતો પણ તેમની મુલાકાતે આવે છે.ચંદુજી ઠાકોરે જિલ્લાના અન્ય ખેડૂતોને જણાવ્યું હતું કે, ચીલા ચાલુ ખેતી છોડી બાગાયતી ખેતી તરફ ખેડૂતો વળે તો સારું એવું ઉત્પાદન અને સારી એવી આવક થઈ શકે તેમ છે.