મહેસાણાના કમળપથ નજીકથી અડચણરૂપ લારીઓ હટાવાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના રાધનપુર રોડ પર કમળપથ નજીક મુખ્ય રસ્તામાં ખાણી-પીણીની લારીઓ, સ્ટલોના દબાણોના કારણે વાહન નીકાળવામાં મુશ્કેલી સર્જાતી હોય છે. ટ્રાફિકમાં અડચણરૂપ આવી લારીઓ, ટેબલો, ખુરશીઓ વગેરે મળીને 25 જેટલી સામગ્રી જપ્ત કરીને નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરેજ શાખામાં લઇ જવાઇ હતી.રાધનપુર રોડ નાળા આસપાસ, ચુડેલ માતા મંદિર આગળ રસ્તામાં ગોઠવાતી લારીઓ, સ્ટોલોના કારણે સાંજે વાહન આવનજાવન થવામાં મુશ્કેલી સર્જાતી હોય છે. ખાણી પીણીની લારીઓ રસ્તા ઉપર ગોઠવાય અને ત્યાં ગ્રાહકોના જમાવડામાં સાથે વાહનો પણ ઉભા રહેતા ટ્રાફિક શિરદર્દ સમાન બન્યો હતો. ફરિયાદો ઉઠતા પાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ લારીઓ, ખુશીઓ, ટેબલો, પાણીના કેરબા, હોર્ડિંગ્સ સાધન સામગ્રી જપ્ત કરાઇ હતી.બિલાડી બાગ સામે અટલ સ્પોર્ટસ સેન્ટર ડેવલપ કરતાં ત્યાંના આશ્રિતોને પરા અંબાજી માતા નેળીયા રોડ પર તપરાના કેબિન ફાળવાયા હતા. જોકે આ કેબિન રોડ ઉપર આવી ગયા હોવાની રાડ સાથે ટાઉન પ્લાનિગ ચેરમેન અને વિસ્તારના કોર્પોરેટર કનુભાઇ પટેલ દ્વારા સેનેટરી શાખામાં ઉગ્ર રજૂઆત કરાઇ હતી. તેમણે કહ્યું કે, જેમને કેબિન ફાળવ્યા છે તે પૈકી માંડ બે ચાલુ છે, બાકી કેબિન અડધો રોડ રોકી રહ્યા હોઇ દબાણના કારણે અકસ્માતનો ભય તોડાઇ રહ્યો છે. આ કેબિનના દબાણો દૂર કરવા સુચના આપી છે. પાલિકાએ કોગ્રેસ કાર્યકાળમાં ફાળવેલ કેબિન જગ્યાએથી હવે હટાવવામાં પાલિકા પદાધિકારીને એકથી બીજી શાખા આંટાફેરામાં ફાંફા પડી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.