ચાણસ્મા આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

ચાણસ્માના ગૃહવિજ્ઞાન વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે તારીખ 1 થી 7 ઓગસ્ટ 2023 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત વ્યાખ્યાન અને વાર્તાલાપ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતો.આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદના ડિમ્પલબેન પટેલે “સ્તનપાન બાળકના અવિરત વિકાસની ચાવી છે. વિષય પર મનનીય વ્યાખ્યાન આપતા કહ્યું કે માતાનું ધાવણ સંપૂર્ણ એક બાળ આહાર છે. જેમાં બધા જ તત્વો – પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામીન, આયર્ન, પાણી અને ક્ષાર દ્રવ્યો આદર્શ પ્રમાણમાં સંમિલિત છે. માતાનું ધાવણ આયર્ન, વિટામીન ડી, વિટામીન એ, વિટામીન સી અને વિટામીન ઈ ગાયના દૂધ કરતાં વધુ પ્રમાણમાં ધરાવે છે.માનું ધાવણ ચોખ્ખું-જંતુરહિત, સસ્તુ અને કિફાયતી આહાર દ્રવ્ય છે. માતાનું ધાવણ શિશુને માટે રોગપ્રતિકારક શક્તિ આપતા દ્રવ્યો ધરાવે છે એટલે જ તે જાણે શિશુની અપાતી પ્રથમ “રોગ પ્રતિકારક રસી” છે. માતાનું ધાવણ બાળકના આંતરડામાં બેક્ટેરિયાનો ચેપ અટકાવે છે અને ઝાડા થતા અટકાવે છે. માનું ધાવણ બાળકની જરૂરિયાત અનુસાર હરહંમેશ તૈયાર મળે છે તેને બનાવવું, તૈયાર કરવું કે ઠારવું પડતું નથી. માતાનું ધાવણ શિશુના માનસિક ઘડતર અને ઉચ્ચ બુદ્ધિઆંક સિદ્ધ કરવા સર્વોત્તમ શિશુ આહાર છે.સ્તનપાન કરાવેલ શિશુમાં ભવિષ્યમાં ડાયાબિટીસ હૃદયરોગ, દમ કે ખરજવા જેવા રોગનું પ્રમાણ ઓછું રહે છે સ્તનપાનથી ફક્ત બાળકને જ નહીં પરંતુ માતાને પણ કેટલાક ફાયદા થાય છે જેમ કે પ્રસુતિ પછી રક્તત્રાવ અને પાંડુરોગની સંભાવના ઘટે છે. સ્તનપાન કરાવતી માતામાં મેદસ્વીપણું પ્રમાણમાં ઓછું જોવા મળે છે. સ્તનપાન પાન કરાવતી સ્ત્રીઓમાં અંડાશય કે સ્તનના કેન્સરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. સ્તનપાન કરાવતી માતાને શરૂઆતના માસમાં ફરીથી સગર્ભા બનવાનું જોખમ ઓછું રહે છે. જો માતા સંપૂર્ણ સ્તનપાન કરાવતા હશે તો શિશુ સાથે સ્નેહતંતુ સ્થાપિત કરવો ખૂબ આસાન બનશે.આ પ્રસંગે ગૃહવિજ્ઞાન વિષયના એસોસિયેટ પ્રોફેસર ડો. વર્ષાબેન સી. પટેલે કોલેજની વિદ્યાર્થીઓ સાથે “સ્તનપાન સિવાય અન્ય ખોરાક-દૂધ વગેરે વાપરવાથી માતા અને બાળકને થતા નુકસાન” વિશે વાર્તાલાપ કર્યો. આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. કિરીટકુમાર બી. પટેલ, ગૃહવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. વી. એમ. ચૌધરી, ડો. ધરતીબેન ગજ્જર, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ.જિતેન્દ્રકુમાર વી. પટેલ, અધ્યાપિકાઓ અને કોલેજની સર્વે વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.