ડીસાના કણઝરા ગામના કાચા રસ્તાથી લોકો ત્રસ્ત,ધારાસભ્ય પણ રજૂઆત સાંભળતા નથી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના કણઝરા ગામના ગ્રામજનો તેમજ શાળામાં અભ્યાસ માટે અવર-જવર કરતા નાના બાળકો પણ આ કાચા અને બિસ્માર માર્ગથી ત્રસ્ત થઇ ઉઠ્યા છે. હાલમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી બાળકોને પણ કાદવ કીચડમાંથી પસાર થવું પડી રહ્યું છે. જેથી તાત્કાલિક અસરથી રોડ બનાવવા માંગ કરવામાં આવી રહી છે.કણઝરા ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ રસ્તા પરથી દરરોજના અસંખ્ય લોકો અને વિદ્યાર્થીઓ અવર-જવર કરે છે. આ એક જ માર્ગ છે કે જે ગામને જોડી રહ્યો છે અને બાળકોને અભ્યાસ કરવા જવા માટે પણ આ એક જ માત્ર માર્ગ છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. પાંચ વર્ષથી માર્ગના સમારકામ માટે અલગ-અલગ જગ્યા પર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી માર્ગ ના બનતા હવે લોકો પણ કંટાળી ચૂક્યા છે અને ના છૂટકે બિસ્માર માર્ગ પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે. વિદ્યાર્થી અરજણ ઠાકોરે જણાવ્યું હતું કે, શાળાએ જવા માટેનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે. શાળાએ જઈને ઘરે આવીએ ત્યાં સુધી અમારા વિદ્યાર્થીઓના કપડાં પણ કિચડમાં ખરાબ થઇ જાય છે.સરપંચ સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય, સાંસદસભ્ય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી રોડ ન બનતા ગ્રામજનો હેરાન થઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.