ડીસામાં બનાસ નદીના પટ પાસે મકાનમાંથી યુવકનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં બનાસ નદીના પટ પાસે પટેલવાડી પાસે એક બંધ મકાનમાં આજે એક યુવકની લટકતી લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે મૃતકના સગાની ફરિયાદના આધારે હાલ અકસ્માતે મોત અન્વયે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ડીસાના બનાસ નદી પાસે આવેલ પટેલ વાડી પાસે એક મકાનમાં યુવકની લોખંડની ગ્રીલ સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં એક યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ ડીકમ્પોસ થવા લાગી હતી અને તેમાંથી અતિશય દુર્ગંધ મારતી હોવાથી ત્રણ ચાર દિવસ અગાઉ આપઘાત કર્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નરેશ ઉર્ફે પપુડો દશરથભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું છે. જેને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો કઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે.આ અંગે પોલીસે મૃતકના સગા દીપકભાઈ પરમારની ફરિયાદના આધારે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.