એમેઝોન.ઈન દ્વારા4 થી 8 ઓગસ્ટ, 2023 દરમિયાન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલની જાહેરાત

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં સ્વતંત્રતાનો સૂર લાવનારા મહિનાને આવકારવા માટે, એમેઝોન ઇન્ડિયાએ ‘ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ’ની જાહેરાત કરી છે. આ વર્ષે, આ શોપિંગ ઇવેન્ટ 4 ઓગસ્ટ, 2023ના રોજ મધ્યરાત્રિથી 12 વાગ્યાથી શરૂ થશે, અને8 ઓગસ્ટ, 2023 સુધી ગ્રેટ ડીલ્સ અને ઑફરોનો લાભ મળી શકશે. પ્રાઇમ મેમ્બરોને3 ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 12 વાગ્યાથી 12 કલાકનો પ્રાઇમ અર્લી ઍક્સેસ મળશે. ગ્રાહકો આ ફેસ્ટિવલ દરમિયાન લાખો ઉત્પાદનો પર ઑફરો શોધી શકે છે અને તેમની સ્વતંત્રતાને સ્વીકારવા તેમજ અનંત સંભાવનાઓથી ભરેલા વિશ્વને એક્સપ્લોર કરવા માટે વિશાળ પસંદગીમાંથી ખરીદી કરી શકે છે. તેઓ કારીગરો અને વણકરો, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટ-અપ્સ, બ્રાન્ડ્સ અને સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, કરિયાણા, ફેશન અને બ્યૂટીએસેન્શિયલ, ઘર અને રસોડા, મોટા ઉપકરણો, ટીવી અને તે સહિત સંખ્યાબંધ ચીજોનીવિવિધ કેટેગરીમાંઆસપાસમાં આવેલા સ્થાનિક સ્ટોર્સ સહિતના વિક્રેતાઓ પાસેથી પ્રોડક્ટ્સ ખરીદી શકે છે.

ગ્રાહકો ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ દરમિયાન, શાઓમીસ્માર્ટ ટીવી, સેમસંગ ટીવી, TCL, LG ટીવી, હાઇસેન્સ, પેમ્પર્સ, એરિયલ, વ્હીસ્પર, માઇક્રોસોફ્ટ, લો’રીઆલ પેરિસ, લેક્મે, ટ્રેસેમ્મ, ડવ અને પોન્ડ્સ તેમજ અન્યબ્રાન્ડ્સ તરફથી શ્રેષ્ઠ મૂલ્યની ઑફરો પર ધ્યાન આપી શકે છે. પ્રાઇમ મેમ્બર્સનેતમામ આકર્ષક ઑફરો12 કલાક પહેલાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ અન્ય લોકો કરતાં વિશેષ રીતે ખરીદી કરી શકે, ગ્રેટ ડીલ્સ અને ઑફરોનો લાભ લઇ શકે.

Amazon.in પર ગ્રાહકો ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ દરમિયાન આકર્ષક લાઇવ સ્ટ્રીમ્સમાં ટ્યૂન ઇન કરી શકે છે જેમાં વિનીત મલ્હોત્રા, ડિજિટ, ટેક ઇનસાઇડર, ટેક બફેટ, રણવિજય, અલીગોની, સિદ્ધાર્થ નિગમ અને તેજસ્વી પ્રકાશ જેવા કેટલાક પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર્સ આ શોપિંગ ઇવેન્ટમાંથી વિવિધપ્રોડક્ટ્સ સિલેક્શન, એક્સક્લુઝીવ ડીલ્સ અને અવશ્ય લેવી જોઇએ તેવી વસ્તુઓ બતાવશે કે જે તમારા રોજિંદા જીવનને ઉન્નત કરી શકે. તેઓને રાજીવ મખ્ની, ટેકનો રુહેઝ, ટ્રેકિન ટેક, ટેકનિકલ ગુરુજી અને ટેક બર્નર સહિતના નિષ્ણાતો અને સેલિબ્રિટી ટેક સર્જકો સાથે વાર્તાલાપ કરવાની અને શોપિંગ ઇવેન્ટ દરમિયાન તેમણે કરેલી ભલામણો ખરીદવાની તક પણ મળશે.

આ ઉપરાંત, ગ્રાહકો તેમના અવાજનો ઉપયોગ કરીને એમેઝોન શોપિંગ એપ્લિકેશન (ફક્ત એન્ડ્રોઇડ) પર એલેક્સાની મદદથી નેવિગેટ કરી શકે અને ડીલ્સ શોધી શકે છે. તેમણે માત્ર એપ પરના માઇક આઇકોનને ટેપ કરવું પડશે અને કહો કે– “એલેક્સા, ગો ટુ ટ્રેન્ડિંગ ડીલ્સ”, “એલેક્સા, ગો ટુ ન્યૂ લોન્ચિંગ” અથવા થોડો આનંદ મેળવવા માટેકહો કે, “એલેક્સા, ગો ટુ ગ્રેટ ફ્રીડમ સેલ ગેમ્સ”.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.