Headlines 23-08-2020 | Rakhewal

https://youtu.be/HYuPECelvDM
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ : છેલ્લા ૨૪ કલાકમાં ૧થી ૭ ઈંચ વરસાદ.

બનાસકાંઠામાં 11.30 વાગે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, એપી સેન્ટર ડીસાથી 22 કિલોમીટર દૂર નોંધાયું.

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે કોઝવે પરથી પસાર થતી ટ્રક સહીત ૨ લોકો તણાયા, સ્થાનિક લોકોએ બન્ને યુવકોને બચાવ્યા.

ભાભરમાં ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

બનાસકાંઠા જિલ્લામાં નદીઓમાં વધતા જળસ્તર મામલે વહીવટી તંત્ર ખડેપગે : દાંતા તેમજ અમીરગઢમાંથી પસાર થતી નદીઓના જળસ્તર ભયજનક હોવાની જિલ્લા કલેકટર સંદીપ સાંગલે એ ટ્‌વીટર દ્વારા જાણ કરી.

છેલ્લા ૨૪ કલાકમાં દાંતીવાડા ડેમમાં નવું ૫ ફૂટ પાણી આવ્યું : ચાલુ ચોમાસામાં ત્રેવીસ ફૂટ પાણીની આવક થઈ ; દાંતીવાડા ડેમની સપાટી ૫૫૪ ફૂટ પહોંચી, ૪૦૦૦ ક્યુસેક પાણીની આવક.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બાલારામ, બનાસ અને ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા : બાલારામ નદીમાં નીર આવતા પંથકમાં ખુશીનો માહોલ.

લાખણી તાલુકાના અમરપુરામાં મકાન ઉપર વીજળી પડતા લાખોનું નુકશાન : ધાનેરાના માલોત્રા ગામે વીજળી પડતા બે પશુઓના મોત થતા શ્રમિક પરિવારને આર્થિક નુકસાન.

વાવ તાલુકાના ચોથાર નેસડા ગામની સીમમાં રહેતા બે લોકો પર દીપડાનો હુમલો : ફોરેસ્ટ ઓફિસર પણ ઘાયલ ; ચોથાર નેસડા, રાછેણા, ખીમાણાવાસ જેવા અનેક ગામોમાં દીપડાથી ભય : સતત બે દિવસથી દીપડો પકડવા વનવિભાગ અને સ્થાનિક તંત્ર એલર્ટ.

થરાદના દિપડા, બેવટા અને પીલુડામાં ગૌધનને છોડી મુકાયાં : ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ચિમકી ઉચ્ચારી હતી.

ભાભર પોલીસે સુઇગામ સર્કલ પાસે સ્વિફ્ટ ગાડીમાંથી અફીણનો રસ ઝડપ્યો : પોલીસને ગાડી પર શક જતા ફિલ્મી ઢબે પીછો કરી ગાડીની તલાશી લેતા અફીણ ઝડપાયું.

ડીસા તાલુકા પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી : આરસીએમ કંપનીના કર્મચારી દ્વારા લોકોનું ટોળું ભેગું કરવા મામલે અટકાયત.

ડીસાના ઝેરડા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો : બે લાખ ઉપરાંતનો મુદામાલ ઝડપી ત્રણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી.

અત્યાર સુધી વરસાદની ખેંચ ભોગવી રહેલા ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં વરસાદ, 6 કલાકમાં મહેસાણાના બહુચરાજી અને કડીમાં 7 ઇંચ વરસાદ.

મધ્ય ગુજરાતના 50 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહીસાગરના ખાનપુરમાં 6 ઈંચ ખાબક્યો, ભાદર નદી બે કાંઠે.

સી.આર. પાટીલનો 3 દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ : 10 કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાજપના નેતાઓ માસ્ક પણ પહેરવાનું ભૂલ્યા.

ગુજરાત આવનારા અને લક્ષણો ધરાવતા તમામ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થશે, ડોમેસ્ટિક પેસેન્જર્સને ક્વોરન્ટીન નહીં કરાય.

દેશમાં કોરોનાના દર્દી 30 લાખને પાર, 10 લાખ માત્ર 16 દિવસમાં વધ્યા, ભારતમાં અમેરિકા-બ્રાઝિલથી પણ વધુ ઝડપે દર્દીઓ વધ્યા.

5 પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત પાર્ટીના 23 નેતાઓનો સોનિયાને પત્ર, કહ્યું- ઉપરથી નીચે સુધી ફેરફાર જરૂરી ; વર્કિંગ કમિટીની મીટિંગ આવતીકાલે.

NEET-JEE ની પરીક્ષામાં વિદ્યાર્થી સંપર્કમાં આવ્યા વિના પરીક્ષા આપશે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવાશે.

મધ્યપ્રદેશમાં મેઘતાંડવ : ઈન્દોરના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર 12.5 ઈંચ વરસાદ, ભોપાલ પણ પાણી-પાણી, રાજ્યના તમામ ડેમો એલર્ટ પર.

દિલ્હીમાંથી આઈએસનો આતંકી પકડાયો, 15 કિલો વિસ્ફોટક અને હથિયાર જપ્ત ; અયોધ્યા રામ મંદિર નિશાન પર હતું.

અમેરિકામાં કોરોના અંગે ટ્રમ્પનાં જુઠ્ઠાણાંથી લોકો નારાજ, ચૂંટણી પહેલાં જ રાજીનામાની માંગ કરી.

બિલ્ડર સાથે મળીને ઇમરાન સરકારની નાપાક હરકત : 80 વર્ષ પૂર્વે બનેલું હનુમાનજીનું પ્રાચીન મંદિર અને હિન્દુઓનાં 20 ઘર પણ તોડી પડાયાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.