પાટણનાં કુણઘેરમાં 8 વર્ષ પૂર્વેની મારામારી- છેડતીના કેસમાં 8 વર્ષે સજા

પાટણ
પાટણ

પાટણ તાલુકાનાં કુણઘેર ગામે આઠ વર્ષ પૂર્વે કથિત છેડતી તથા મારામારીની બનેલી એક ઘટનાનાં બે આરોપી પિતા-પુત્રને દોષિત ઠેરવીને પાટણની જ્યુડિસીયલ કોર્ટે અલગ અલગ કલમો હેઠળ કેદની સજા અને દંડ ફટકાર્યા હતા. પિતા-પુત્રને મહાવ્યથા કરવાનાં આરોપસર આઇપીસી 325, 114 બે બે વર્ષની સાદી કેદની સજા અને બંનેને 5000નો દંડ તથા દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી હતી. જ્યારે પુત્રને છેડતીની કલમ આઇપીસી 354 અંતર્ગત બે વર્ષની સાદી કેદ અને રૂ 5000નો દંડ તથા દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદ સજા તથા પુત્રને આઇપીસી 323 અંતર્ગત છ માસની સાદી કેદની સજા અને રૂા. 3000નો દંડ અને દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો. પાટણ તાલુકાનાં કુણઘેર ગામે હાઇસ્કૂલમાં પાણી ભરવા ગયેલી એક મહિલા પાણી ભરતી હતી ત્યારે ગામનાં લાલાભાઇ ઉર્ફે શિવસિંહ બાબુજી ઠાકોરે બાથે પડી તેનાં કપડાં ફાડ્યા હતા.તેનો વિરોધ કરતાં મહિલાની માતા અને બેનને લાકડી ધોકાથી માર મારેલ ને તેનાં પિતા ઉપરાણું લેવા જતાં તેમને પણ લાલાજી તથા તેમનાં પિતા બાબુજી ઠાકોરે ભેગા મળીને ધોકાથી માર મારતાં ફ્રેક્ચર થયું હતું.આ બનાવ અંગે પોલીસે આરોપી બાબુજી ઘેમરજી ઠાકોર તથા તેમનાં પુત્ર લાલાજી ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો.જે કેસ પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં ચાલી જતાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ બે આરોપીઓ બાબુજી તથા લાલાજીને બે બે વર્ષની સાદી કેદ અને કુલે રૂ 18000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે છેડતીનાં આક્ષેપની આઈપીસી 354ની કલમ હેઠળ લાલાજીને બે વર્ષની તથા રૂા. 5000નો દંડ અને 323 અંતર્ગત છ માસની સાદી કેદ અને રૂા.3000નો દંડની સજા ફટકારી હતી. આ કેસમાં સરકારી વકીલ કે.સી. વકીલે એવી રજુઆત કરી હતી કે, ફરીયાદીની દિકરીને બાથે પડી તેનાં કપડાં ફાડી નાંખેલા, તેઓનો ઇરાદો સ્ત્રીની લાજ લેવાનો ન હોય પરંતુ તેમને એ બાબતની જાણકારી હતી કે, તેઓ જે કૃત્ય કરી રહ્યા છે. તેનાથી સ્ત્રીની લાજ ઉપર હુમલો થઈ રહ્યો છે. તેથી આરોપી સામેનો ગંભીર ગુનો હોવાથી શિક્ષા થવી જોઇએ. મેજિસ્ટ્રેટે બંને પક્ષોની રજુઆતો સાંભળીને આરોપીઓ સામે આક્ષેપ જોતાં તે ગુનો પુરવાર થયો છે. ને કાંચદામાં જણાવ્યા મુજબ સમાજમાં દાખલો બેસે તે માટે સજા કરવી જોઇએ. તેમ જણાવી ઉપરોક્ત સજા ફટકારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.