પાટણના અદ્યતન રેલવે સ્ટેશનના ખાતમુહૂર્તની તૈયારીને રેલવે મેનેજર અને ટેક્નિકલ સ્ટાફે સ્થળની મુલાકાતે

પાટણ
પાટણ

પાટણનું આઝાદી પૂર્વેનું નવ દાયકા જુના પુરાણા રેલ્વે સ્ટેશનનાં મુખ્ય બિલ્ડીંગનું રૂ 22 કરોડનાં સંભવિત ખર્ચે નવોન્મેષ પામવા જઇ રહ્યું છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં એક સ્થળેથી ‘અમૃત રેલ્વે સ્ટેશન સ્કીમ’ હેઠળ દેશનાં 1222 રેલ્વે સ્ટેશનોનાં નવીનીકરણનાં મહાકાય પ્રોજેકટનાં વરચ્યુંઅલી ખાતમુહુર્ત કરવા જઈ રહ્યા છે. પાટણનાં અદ્યતન સુવિધાઓથી સજ્જ થનારા રેલ્વે સ્ટેશનનો પણ આ યોજનામાં સમાવેશ કરાયો છે. પાટણની જનતા પણ આ મહત્વાકાંક્ષી પ્રોજેકટની સાક્ષી બની શકે તે માટે પશ્ચિમ રેલ્વેનાં અમદાવાદ ડીવીઝન દ્વારા પાટણનાં રેલ્વે સ્ટેશન ખાતે પણ એક સમારોહનું આયોજન થવાનું છે. પાટણમાં તા. 6 નાં રોજ સવારે 11 વાગે જ્યારે વડાપ્રધાન વર્ચ્યુઅલી અન્ય સ્ટેશનોની સાથે પાટણ સ્ટેશનનાં જિર્ણોધ્ધાર માટેનું ખાતમુહુર્ત કે ભૂમિપૂજન કરશે. ત્યારે સ્ટેશન ખાતે પાટણની જનતા પણ એ સમારોહમાં ભાગ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનાં આયોજન માટે પશ્ચિમ રેલ્વેનાં અમદાવાદ ડિવીઝનનાં અધિક વિભાગીય રેલ્વે મેનેજર દયાનંદ શાહૂ તેમનાં રેલ્વે વિભાગનાં એન્જીનીયર રાજીવસિંહા તથા અન્ય રેલ્વે અધિકારીઓ સાથે પાટણ ખાતે આવ્યા હતા અને ખાતમુહુર્તનાં સમારંભ સ્થળ ખાતે જઇને સમારંભનું મંચ સહિત આમંત્રીતો તથા જનતાની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી તેઓએ ઇજનેર પાસેથી મેળવી હતી. તેઓએ કઇ વ્યવસ્થા ક્યાં રહેશે તેની જાણકારી મેળવી હતી.આ સમારંભ રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલી રેલ્વે વિભાગની જ ખુલ્લી વિશાળ જગ્યામાં યોજાવાનો હોવાથી આ ચોકમાં ઉભેલાં જુના ઝાડ તથા થાંભલા એંગલો વિગેરેનાં દબાણોને કર્મચારીઓ અને શ્રમિકો દ્વારા દૂર કરીને જગ્યાને ચોખ્ખી અને અડચણ વગરની બનાવવામાં આવી હતી તથા સમારંભ સ્થળની વ્યવસ્થાઓ મંચ વિગેરે માટેનાં માર્કિંગ કરાયા હતા.આ પ્રસંગે ઔપચારિક પુછપરછમાં જાણવા મળ્યું કે સમારંભનાં દિવસે તા. છઠ્ઠી ઓગષ્ટે સવારે 11 વાગે વડાપ્રધાન ખાતમુહુર્ત કરશે. પરંતુ તેનાં સાંસ્કૃતિક કાર્યક્રમો વર્ચ્યુઅલી 9 વાગ્યાથી જ શરુ થશે. આ દિવસે પાટણનાં રેલ્વે સ્ટેશને નવા રૂપરંગ અને સ્ટ્રક્ચર – ડિઝાઇન ધરાવતાં સત્તાવાર હોર્ડિંગ્સ-ડિસ્પ્લે જનતાનાં દર્શન માટે ખુલ્લા મુકાશે. જેનાથી પાટણની જનતા જાણી શકશે કે, પાટણનું નવું રેલ્વે સ્ટેશન કેવું હશે. આ પ્રસંગે એડીઆરએમ દયાનંદ શાહુએ આ માટેની વ્યવસ્થા માટે જેની જરુરીયાત હોય તે માટે પ્રપોજલ કરી દો તે અંગેની વ્યવસ્થા સંભાળનારાને મળી જશે. તેવી ઔપચારિક ખાત્રી આપી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.