પાલનપુર જમીન દફતર કચેરીના નકશા ખાનગી દુકાનમાં સ્કેન કરવા મોકલાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર જમીન દફતર કચેરીની ગંભીર લાપરવાહી સામે આવી છે. સરકારી કચેરીના નકશાઓ ખાનગી દુકાનમાં સ્કેન થતા હોવાથી નકશાઓ તેમના કોમ્પ્યુટરમાં સેવ રહે છે. જેનો દૂર ઉપયોગ થવાની શક્યતા અરજદારોએ વ્યક્ત કરી છે. સરકારી નકશાઓ કાઢવાનું મશીન બગડી જતાં આ ગંભીર મુશ્કેલી સર્જાઇ છે.પાલનપુરમાં જમીન દફતર કચેરીમાંથી જમીનના જરૂરી નકશા લેવા અરજદારો પાસેથી નકશાની ફી તો લઇ લેવાય છે પણ ત્યારબાદ અરજદારે પ્રાઇવેટમાંથી પ્રિન્ટ કરાવી પૈસા ખર્ચી ફરી જમીન દફતર ઓફિસમાં સિક્કા કરાવવા પડે છે. અને નકશાની નકલ માટે ડબલ ચૂકવણી કરવી પડી રહી છે.સરકાર દ્વારા ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ કચેરીને નકશાનું મશીન ફાળવેલું છે. પરંતુ તેમાં પાછલા કેટલાક વરસથી કોપી યોગ્ય રીતે ન નીકળતા મશીનને પ્રથમ માળે આવેલા રેકર્ડ રૂમમાં ઢાંકીને મૂકી દેવાયું છે.પાલનપુરના ગઢગામમાંથી નકશા લેવા માટે આવેલા અરજદારે જણાવ્યું હતું કે” મે નકશો મેળવવા માટે અરજી કરી હતી ત્યારબાદ મને ઓરીજનલ નકશો આપવામાં આવ્યો અને તેની ફોટો કોપી કરી પરત આપવાનું કહ્યું હતું જેથી હું નજીકમાં આવેલી પ્રાઇવેટ નકશાની પ્રિન્ટ કાઢી આપતી દુકાનમાંથી નકશાની કોપી કરી લાવ્યો છું.મને ત્યાં એવું જાણવા મળ્યું કે એ દુકાનમાં નકશા સ્કેન કરીને સ્ટોર કરવામાં આવે છે જેથી આવા નકશાનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે. જેથી સરકારે કોઈના ખાનગી માલિકીના નકશા બહાર પ્રિન્ટ કાઢવા માટે નહીં આપવા જોઈએ અને સરકારી રેકર્ડ સરકારી કચેરીમાં જ રહેવું જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.