સાબરકાંઠાવાસીઓ પોલીસવડાને સોમવારે-ગુરુવારે મળી શકશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળ્યા બાદ હવે જિલ્લા વાસીઓને સાત દિવસમાં બે દિવસ ચાર-ચાર કલાક મળવા માટેનો સમય અને દિવસ નક્કી કરી દીધો છે.સાબરકાંઠા જિલ્લા પોલસી વડા વિશાલ વાઘેલાને બઢતી સાથે બદલી ગાંધીનગર ખાતે થતા સોમવારે ચાર્જ છોડ્યો હતો અને પાટણથી બદલી થઈને આવેલા નવા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ જિલ્લા વિષે માહિતગાર થયા હતા. ત્યાર બાદ કામગીરી શરુ કરી હતી.તો જિલ્લા પોલીસ વડા વિજય પટેલને જિલ્લા વાસીઓને મળવા માટે હવે સમય અને વાર નક્કી કર્યા છે અને તેની સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં પ્લેટ બનાવી પ્રચાર પ્રસાર માટે વાઈરલ કરી હતી.દર સોમવારે અને ગુરુવારે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે નાગરીકોના વિવિધ પ્રશ્નો, ફરિયાદો અને રજૂઆતો અર્થે જિલ્લા વાસીઓ પોલીસ અધીક્ષકની રૂબરૂ મુલાકાત લઇને રજૂઆત કરી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.