ડીસાના ભીલડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીએ ખુલ્લી ગટરો પર ઢાંકણા નાખવાનું શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના ભીલડી પાસે હાઇવે પર બે દિવસ અગાઉ ખુલ્લી ગટરમાં પશુ પડી જવા મામલે લોકોમાં આક્રોશ ફેલાતા નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો સક્રિય બન્યા છે અને આજે હાઇવે પરની ખુલ્લી ગટર ઉપર ઢાંકણા નાખવાની શરૂઆત કરી છે.ડીસા પંથકમાં નેશનલ હાઈવે પર આવેલી મોટાભાગની ગટરો ખુલ્લી હાલતમાં છે.જેના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરે છે. બે દિવસ અગાઉ ભીલડી પાસે હાઇવે પરની ખુલ્લી ગટરમાં આખલો પડી જતા જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ બે કલાક સુધી રેસ્ક્યુ કરી આખલાને બહાર કાઢ્યો હતો. વારંવાર આવી ઘટનાઓ બનતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જેને પગલે હવે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો સક્રિય બન્યા હતા અને આજરોજ ભીલડી હાઇવે પર આવેલી ખુલ્લી ગટરો પર ઢાંકણા નાખવાની શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં અનેક જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ હેઠળની મોટી ગટરો ખુલ્લી હાલતમાં છે.ત્યારે તમામ જગ્યાએ ઢાંકણા નાખવામાં આવે તેવી લોકોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.