પાટણ જિલ્લામાં 38 મહેસૂલી તલાટીઓ અને 38 કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં મહેસુલી તલાટી અને કારકુન તરીકે ફરજ બજાવતા મહેસુલી તલાટીઓ અને કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી હતી.જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા કુલ 38 મહેસુલી તલાટીઓને નાયબ મામલતદાર તારીખે બઢતી આપવામાં આવી હતી તો 31 કારકુનોને નાયબ મામલતદાર બઢતી આપવા આવી હતી જિલ્લામાં મહેસુલી તલાટી તરીકે બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપવા લાંબા સમયથી માંગ હતી. ત્યારે કલેક્ટર જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા 38 મહેસુલી તલાટીઓને અને 31 કારકુનોને નાયબ મામલતદાર તરીકેની બઢતી સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.જેમાં ત્રણ નાયબ મામલતદારએ અન્ય જિલ્લામાં પ્રમોશન મેળવ્યું હતું.આમ જિલ્લામાં 66 નાયબ મામલતદાર નું મહેકમ ભરાયું હતું.પાટણ જિલ્લા 165 ના મહેકમ સામે જિલ્લાના 69 મહેસુલી તલાટી અને કારકુન ને બઢતી સાથે બદલી આપવામાં આવી હતી જેમાં જિલ્લામાં કુલ 38 મહેસુલી તલાટી અને 31 કારકુન ને જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે તો ત્રણ મહેસુલી તલાટી અન્ય જિલ્લા નાયબ મામલતદાર ની બઢતી સાથે બદલી કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.