મહેસાણાના જાકાસણા ખાતે જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથકના પોલીસ કર્મીઓ જોટાણા ઓ.પી વિસ્તારમાં પેટ્રોલીગ પર હતાં.એ દરમિયાન બાતમી આધારે જાકાસણા ખાતે ચાલતા જુગાર ધામ અંગે બાતમી મળતા પોલીસે રેડ મારી જુગાર રમતા ત્રણ ને ઝડપયા હતા.તેમજ પોલીસે 11,720નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથકના પોલીસ કર્મીઓ જોટાણા પંથકમાં પેટ્રોલીગ પર હતાં.એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી.કે જાકાસણા ગામના બસ સ્ટોપ પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.બાતમી આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા ત્રણ ને ઝડપી લીધા હતા.પોલીસ દરોડા દરમિયાન ઠાકોર લક્ષમણજી કડવાજી,ઠાકોર કાળુંજી ગોબરજી,દાંતાણી કસ્તુરભાઈ ને રંગે હાથ પત્તા રમતા ઝડપયા હતાં.પોલીસે સ્થળ પરથી પત્તા.અને જુગાર ની સાધન સામગ્રી તેમજ રોકડા 11,720 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.