દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કૂલ ખાતે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની ઉજવણી કરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કૂલ ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્‍લાકક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ગરીમાભેર ઉજવણી કરવામાં આવશે.આગામી ૧૫ મી ઓગષ્‍ટ-૨૦૨૩ની ઉજવણીને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ કાર્યક્રમના સ્થળે સાફ- સફાઇ અને પાણીનો છંટકાવ તથા પીવાના પાણીની વ્યવસ્થા, ધ્વજવંદન સ્થળે બેઠક વ્યવસ્થા અને સુશોભન, હર્ષ ધ્વની, પોલીસ પરેડ એન.સી.સી. સ્કાઉટ, પ્રોટોકોલ મુજબ આમંત્રિતોને બેસાડવાની વ્યવસ્થા, સરકારી ઇમારતો અને તાલુકામાં સજાવટ, રોશની અને શણગાર, વૃક્ષારોપણ, વિશિષ્‍ટ કામીગીરી કરનાર વ્યક્તિઓનું સન્‍માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી મેરી મીટ્ટી, મેરા દેશ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દરેક ગામમાંથી માટી એકઠી કરી તેને દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્વિત કરવા કલેકટરએ અધિકારીઓને સુચના આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.