પાલનપુર અને હડાદ પોલીસે લોખંડની ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા હડાદ પોલીસ વિસ્તારમાંથી એલસીબીએ ચોર ગેંગ ઝડપી પાડી છે.બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોખંડની ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ત્યારે હડાદ પોલીસ તેમજ પાલનપુર એલસીબી પોલીસની સંયુક્ત કામગીરીના આધારે 18 ભારી લોખંડની ચોરી કરેલી ગેંગને ઝડપી પાડી છે. 27 જુલાઈના રોજ બામોદરા ગામથી આ લોખંડની ભારીઓ ચોરી કરવામાં આવી હતી. અંદાજે 1400 કિલો વજનનું ચોરી કરેલા લોખંડ સાથે ચોરોની અટકાયત કરી છે. બાતમીના આધારે ચોરોની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીમાં પુંજાભાઈ તેમજ ઈશ્વરભાઈ પોલીસ એલસીબી અને હડાદ પોલીસની સંયુક્ત સુંદર કામગીરી સામે આવી છે.ગણતરીના કલાકોમાં હડાદ પોલીસ વિસ્તારમાંથી ચોરી થયેલી લોખંડની ખિલાસરીની ભારીઓ 18 નંગ જેની કુલ કિંમત 85,050 અને ચોરીના કામમાં વપરાયેલી બોલેરો પિકઅપ ડાલા જેની કિંમત 2,00,000 ગણી કબજે કરી એક આરોપી ઈરફાન ખાનને ઝડપી પાડ્યો હતો. હડાદ પોલીસ અને એલસીબી પાલનપુર દ્વારા તમામ પ્રક્રિયાને અંજામ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.